________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૮) સિદ્ધસેનરિવાકરનું વિદ્યાભ્યાન પુસ્તકવિદ્યાબલથી ગ્રહણ કર્યું અને ત્રણ ક્રોડગ્રીકારને જાપર્યો. તે વખતે તેમને ચોસઠ જોગણીઓને વશ કરી હતી, ઈત્યાદિ ઘણા ચમત્કારે તેમને જેનશાસનની ઉન્નતિ વાસ્તે મંત્રબલથી બતાવ્યા હતા. શ્રીજીનદત્તસૂરિ મહારાજ ૧ર૧૧. અષાઢ શુદિ એકાદશીને દિવસે અજમેર શહે રમાં અણુશણ કરીને કાલધર્મ પામીને દેવલોકમાં ગયા તેઓ બડાદાદાજીના નામથી પ્રસિદ્ધ થયા છે. અને ગામેગામ શ્રાવક લોક તેમની પાદુકાનું પૂજન કરે છે.
૪૫ તેમની પાટે શ્રીજીનચન્દ્રસૂરિ થયા. તેમના પિતાનું નામ સાહરાસલક અને માતાનું નામ દેહુર્ણદેવી હતું. તેમને જન્મ સં. ૧૧૯૧ ભાદ્રવા શુદિ ૮ને દિવસ થયો હતો અને સં. ૧૨૧૧માં વૈશાખ શુદિ પ. પાંચમને દિવસે વિક્રમપુરમાં શ્રી જીનદત સૂરિ મહારાજે આચાર્યપદ આપ્યું હતું. એક વખત શ્રીજીનચંદ્રસૂરિજી મહારાજ ગુજરાત તરફ વિહાર કર્તા હતા તે વખતે શ્રીમાલગલીમ મદલપાલ વિગેરે
For Private and Personal Use Only