________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર બહુ સારું થાય, એમ વિચારે વળી તે મારા દુશ્મનનું જે કઈ છિદ્ર હાથમાં આવે તે દેશનિકાલ કરવું. આ પ્રમાણે મૂખે–અજ્ઞ, ફોગટ સંકલ્પ વિકલ્પ કર્યો કરે, વળી મનમાં વિચારે જે ગામમાં ચોરને ઉપદ્રવ ઘણે થાય છે તે દુષ્ટ પકડાય અને તેને મોટી સખ્ત શિક્ષા થાય તે બહુજ સારૂં. વળી પ્લેગને રેગ ચાલતું હોય ત્યારે વિચારે જે ઉંદરોના મરણથી આ રોગ ફેલાય છે માટે આટલા ઉંદર કેમ ઉત્પન્ન થયા, એને નાશ થાય તે આવા રે અટકે એમ ચિંતવે તથા વિચારે જે ઉંદરો ખેતીને હરકત કરે છે માટે એને નાશ થાય તે બહુ સારૂં, કેટલાક રાજા વગેરે તે તેના નાશ સારૂ માણસને મારવા મોકલે છે. કેટલાક એવી જાતની દવા બનાવે છે કે તેથી તે ઉંદરને નાશ થાય, આમ કરવાથી ઉલટું પાપકર્મની શાંતિ નહીં થતાં તીવ્ર પાપથી દુષ્કાળ પડે છે. ઉલટા પ્રાણું દુ:ખી જ થાય છે, વળી અમુક માણસ આજકાલ બહુ ફાટી ગયા છે. મારી ઉપર અદેખાઈ કરે છે માટે તે હરામખેરને કાંઈ ઉપાય કરે જોઈએ. જેથી ફરી અદેખાઈ કરવી ભૂલી જાય. એમ વિચારવાથી પાપકર્મ બંધાય છે. કારણકે અશુભ ચિંતવનથી સામાનું કંઈ બગડતું નથી, જે કંઈ સારૂ બેટું થાય છે. તે પુણ્ય અને પાપના અનુસારે થાય છે. તેમ છતાં હે મૂઢામા ! કેમ ખરાબ ચિંતવન કરે છે? ખરાબ ચિંતવનથી ચાર ગતિમાં ભ્રમણ થાય છે. અનેક પ્રકારના અવતાર ધારણ કરવા પડે છે. પૃથ્વી ઉપર ઘણું તીડ ઉત્પન્ન થયાથી ચિંતવે કે જે એ તીડ અનાજ ખાઈ જશે માટે એને નાશ થઈ જાય તો સારું. વળી દુકાનેમાં ઘણું દાણું ભરેલા દેખીને વિચારે છે જે દુષ્કાળ પડે તે મને બહુ સારે લાભ મળે, એમ ચિંતવન કરે, દુશ્મનની ચડતી દેખી વિચારે જે હાય હાય એ આટલી સંપદા ભગવે છે, એની સંપદા નાશ થાય તે મારૂં ધાર્યું સફલ થાય—ઇત્યાદિ વિચાર દુર્ગતિના કારણે છે
For Private And Personal Use Only