________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
વામાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કરશે નહીં. ચારિત્ર ભાવનામાં અત્યંત દઢ થવું. એક આત્મા વિના દશ્ય સર્વ પદાર્થની આસક્તિ ન રહે એ તીવ્ર ઉપયોગ ધારણ કરવો. સર્વ જીવે ની સાથે ક્ષમાપના છે. તમારી સાથે વિશેષ પ્રકારે ક્ષમાપના કરી છે. તમે પણ શરીરની અસ્થિરતાદિનો ઉપયોગ ધારણું કરી સર્વ જીવો સાથે ક્ષમાપના કરશે. આ વખતની ભયંકર માંદગી છે માટે આત્મામાં ઉપયોગ રાખવા વિશેષતઃ અપ્રમાદી બનશે. પરસ્પર આત્મપંથીઓને આત્મસંબંધ આ ભવની પેઠે ભાવભવમાં કાયમ રહે છે અને ભાવભરમાં પણ શિક્ષણ ક્રમશાળા કાયમ રહે છે. શરીર મરે છે. આત્મા મરતે નથી. આ ભવમાં આત્મા પિતાની શક્તિયોને વિકાસવા પ્રયત્ન કરે છે. તીવ્ર રૂચિથી સેવેલા ધર્મ વિચારો અને ધર્માચારે પુનઃ પરભવમાં સંયોગો પામી પ્રગટે છે અને તેથી ધર્મ મુસાફરીમાં વિશેષતઃ સફલતા થાય છે. માટે આત્મોપયોગ ધારણ કરશે. ગુરૂએ આપેલો બેધ પ્રેમથી યાદ કરશો. પેથાપુરમાં આપેલે સમાધિ બોધ ખરા પ્રસંગે ધારશો તે ખપમાં આવશે. પરભવમાં પુનઃ આત્માઓ પૂર્વ ભવની પેઠે એક બીજાને ઓળખે છે અને ત્યાં સામગ્રી પામી ધર્મની પ્રાપ્તિ કરે છે. રાગદ્વેષપરિણતિ વિના પિતાના શુદ્ધ સ્વરૂ૫ની ભાવના ભાવવી. સત્તામાં રહેલું પરમાત્મપદ યાદ કરવું, અને તેના બળે દેહાદિક યોગે થતા વિકલ્પ સંકલ્પ ચિંતાઓ પરિહરવી. આત્માના શુદ્ધધર્મમાં ભાવનાથી રમણતા કરશો. જૈનધર્મની પરભવમાં પ્રાપ્તિ થાય અને જૈનધર્મ સાધક કર્મયોગી પરભવમાં બની શકાય એવી તીવ્ર ભાવના ભાવવી. વીતરાગ દેવનું પૂર્ણ ભાવ તથા શ્રદ્ધાથી શરણ કરવું. આત્મામાં વીતરાગતા જોવી. જીનને ઉપયોગ રાખી છનનું આરાધન કરવું. શ્રી સશુરૂની પરભવમાં તુર્ત પ્રાપ્તિ થાય, એવી રીતે આ ભવમાં સદ્દગુરૂ મળવા માટે પ્રેમભાવ ધારણ કરવો જોઈએ. એ વાત પર પૂર્ણ લક્ષ રાખશે. બે ઘડીમાં આ ભવ સુધારી શકાય છે તે હજી જેટલું આયુષ્ય છે, આલામાં જે ખાસ શુદ્ધભાવ ધારવામાં આવે તે શું ન કરી શકાય વારૂ? પૂર્ણ દૃઢ નિશ્ચયથી આત્માની નિઃસંગતાને અનુભવ કરે. સર્વ કષાયોનાં બીજ ક્ષીણ કરો. સર્વ પ્રકારના શરીરથી ભિન્ન આત્માને દેખી તેને પરમાત્મા બનાવો કે જેથી સર્વ પ્રકારની મંગળમાળાને તમે પ્રાપ્ત કરી શકો. તમારું કલ્યાણ થાઓ.
ॐ३ अर्हशान्तिः ३ સં. ૧૮eટ ભા. સ. ૮
For Private And Personal Use Only