________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પત્રસ દુપદેશ.
-------------------------- ચૂકવવાને શાહુકારી વેળા મળી છે એમ અન્તરમાં દઢ નિશ્ચય કરવો. શુભા શુભ પ્રારબ્ધ ભોગવતાં આત્માની શુદ્ધતા થાય તેવા વિચારોમાં લયલીન થવું અને સમભાવથી આત્માને ભાવવો. પાસે આવનારા મનુષ્યોને સન્માર્ગે તેમના અધિકાર પ્રમાણે ચઢાવવા, અને તેઓને ધર્મથી રંગિત કરવા. વિષમ પ્રસંગોમાં આત્મસંમુખ વિશેષ પ્રકારે થવું કે જેથી બાહ્ય ભાવ રહે નહીં. આત્માને ઉદ્ધાર આત્મા જ આત્માવડે કરે છે માટે આત્મરામી બનવું જોઈએ. દેવગુરૂનું આલંબન લેઈ જેટલી બને તેટલી આત્મોન્નતિ કરવી. શરીરને તે વસ્ત્ર સમાન માનવું તેના પર આસક્તિ ન કરવી, પરંતુ તે વડે કર્તવ્યકર્મો કરવાં. તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો વાચવાં. થોડું વાંચવું પણ ઘણું મનન કરવું. બીજું બહેતરની સાલનું ચોમાસું મહેસાણામાં કર્યુ” છે. હવે ત્યાંના જૈનોની સ્થિતિ સુધારવા બને તેટલું કરશે. ભક્તિસાગરજીને ભણાવવામાં ઉપયોગી થશે. ધર્મ કથાવડે તે ધર્મમાં અપ્રમાદી રહે એમ ઉપયોગ રાખશે. ધર્મસાધન કરશે. ધર્મકાર્ય લખશો.
ફેંફાનિત. ૩
સં. ૧૯૭૩ ના આસો સુદિ એકમના રોજ ૮ વાગે પાટણમાં મુનિશ્રી છતસાગરજીએ દેહનો ત્યાગ કર્યો તેના સમાચાર પેથાપુરમાં આસો સુદ બીજે આવ્યા. તે પ્રસંગથી તેને આપેલી ધર્મ હાંજલિ.
જીતસાગર મુનિવરે દેહ તો , સછ આતમ સાધન સ્વર્ગ ભળે; જિત ધમ વિચારક રત્ન ગયું. જગમાં નિજ નામ અમર કર્યું, યતિશૂર જગત મશહૂર થયે; યશપુંજ લહી ઝટ ચાલી ગયો. તવ નામ સહિત ગુણરાશિ સદા, મુજ યાદ રહે નહીં ભૂલું કદા; જય જીવન જ્યોત ઉજાળક રે. જય આતમ તત્વ ઉપાસક રે, તવ શાંતિ મળા કૃત પાપ ટળે;
For Private And Personal Use Only