________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ર
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો
શક્તિ જાગ્રત થાય છે, અને તે અગમ્યને ગમ્ય કરે છે. તેમજ અલક્ષ્યરૂપ જણાતાને લક્ષ્યભૂત કરી શકે છે. દેહ, નામ, મૃત્યુ વગેરેને ભૂલી જવાથી આત્મશક્તિનાં બારણાં ખૂલે છે અને આત્મામાં અનેક શકિત પ્રગટે છે એમ અનુભવથી અનુભવાય છે.
આત્મસુખની શ્રદ્ધાને તિરસ્કાર કરીને જડ વસ્તુઓમાં લપટાવું એજ મહાપાપ છે. આત્માની પરમાત્મતાને અનુભવ કર્યા વિના જડ વસ્તુઓ દ્વારા પ્રગટું અહેમમત્વરૂપ ભૂત નષ્ટ થતું નથી. જે સુખની પ્રાપ્તિ માટે અન્ય મનુષ્યોની સ્પૃહા રાખવી પડે છે તેજ દુઃખ છે. શરીર, નામાદિ બાહ્યવૃત્તિને નષ્ટ કરે એટલે અમર થઈ શકશે. તમારા આત્માને પરિપૂર્ણ અનુભવ, સર્વેસ્ટ વસ્તુઓ પિતાનામાં છે એમ અનુભવ કરે, એટલે બ્રાતિને નાશ થશે. જે જે તમે ઈચ્છે છે તે તે સર્વનું મૂળ કારણ તમારા આત્મામાં છે એમ વિચાર કરીને દુઃખ દીનતાના વિચારો અને આચારને પરિહરો એટલે સ્વયં સુખમયજ છે. એમ તમને ભાસશે. રોગ, દુઃખ અને બાહ્યની સંકડામણથી પિતાને ભિન્ન માને અને જે વૃત્તિથી તમને દુઃખ ઉદ્દભવતું હોય તે વૃત્તિને સંક્ષય કરે. સર્વ પ્રકારની કામનાઓને નાશ થતાંની સાથે આત્માને પરમાનન્દ પ્રગટશે. નિષ્કામ થઈને સ્વાધિકારે કર્તવ્યને કરવું
ગમે તેવી પ્રવૃત્તિ છતાં અનન્ત સુખસાગર મારે આત્મા છે એવું ભાન તે સદા રાખ્યા કરવું. આવી જીવનસ્થિતિ પ્રવૃત્તિકાલમાં એક કલાક પર્યન્ત રહે તે અવબોધવું કે તમે મુક્તતાની અને કામગીના વાસ્તવિક અધિકારને બીજ રૂપે પામ્યા છે એમ નિશ્ચય માનશે. દ્વિતીય ચંદ્રકલાવત તમારી આત્મ ગુણકલાની પશ્ચાત્ ઉત્તરોત્તર જીવનમાં કારણ કાર્યરૂપત વૃદ્ધિ થશે, અને અને સંપૂર્ણ જ્ઞાનાદિ ગુણ વદિથી પરમાત્મરૂપ બની જશે એમ હે ચેતનજી ! તમે હૃદયમાં અવધારે અને તમે યથાશક્તિ પ્રવૃત્ત થાઓ.
For Private And Personal Use Only