________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
ધાર્મિક ગદ્યસંગ્રહ
પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન આત્મતત્ત્વ એક સરખા ગુણવાળું વ્યાપી રહ્યું છે. તે આત્મતત્વને જ ખરી રીતે દેખવાનું છે અને તેને જ ખરી રીતે પૂજવાનું છે અને તેના સ્વભાવે ખરી રીતે વર્તવાનું છે. નાના મોટા ત્રણ ભુવનમાં રહેલા સર્વ દેહધારીઓ એકસરખા સત્તાએ પરમાત્માને દેખવા. આવી રીતે સત્તાએ પરમાત્માને દેખવાથી સર્વ જીવોની સાથે વેર વિરોધ રહેતો નથી અને તેમજ અહં મમત્વરૂપ મેહભાવ સ્વયમેવ પાણીમાં લૂણુની પેઠે વિલય પામી શકે છે એમાં કંઈ આશ્ચર્ય નથી. સત્તાએ સર્વ પ્રાણીઓમાં પરમાત્માને દેખવા એ કંઈ બાળકોનો ખેલ નથી. મહાજ્ઞાનીઓ આવી દષ્ટિ ધારણ કરીને ખરેખરી અભેદે પાસના સેવવા સમર્થ થઈ શકે છે. આવી ઉત્તમ અભેદ પાસનામાં તન્મય થઈ જવાથી લૌકિક નીતિ, રીતિ, લૌકિક વિચારે અને આચારના ભેદ, ખેદ અને કલેશનો નાશ થાય છે અને હૃદયની ફટિકની પેઠે નિર્મલતા થાય છે. વેદાન્તદર્શન સર્વત્ર સર્વને બ્રહ્મ ભાવનાથી દેખવાનો ઉપદેશ આપે છે. શ્રીમહાવીરપ્રભુએ ઉપદેશેલી અભેદે પાસના સર્વત્ર સત્તાની અપેક્ષાએ પરમાત્મત્વ દેખવાને ઉપદેશ આપે છે. જનદર્શન આવી રીતે સાપેક્ષપણે સર્વત્ર પ્રાણીઓમાં પરમાત્માને દેખવાની સાથે પ્રતિશરીર ભિન્ન ભિન્ન આત્માનું વ્યકિતગત અસ્તિત્વ સ્વીકારે છે સર્વજીવો સત્તાએ પરમાત્માએ છે અને સર્વજીએ પરમામસત્તાને પોતાનામાં દેખવી, અનુભવવી, પોતાનામાં અને અન્ય જીવોમાં સતાએ પરમાત્મપણું દેખવું, માનવું, ધ્યાવું એ ખરેખરી અભેદપાસના સેવવા યોગ્ય છે.
સત્તાગ્રાહક સંગ્રહયદષ્ટિથી સર્વ પ્રાણીઓમાં સત્તાએ પરમાત્માઓ રહ્યા છે એવું જ્યારે ભાન થાય છે ત્યારે સર્વજીની સાથે ઉત્તમ, ઉદાર, શુદ્ધ પ્રેમ ભાવથી વર્તવાનું મન થાય છે. ખરેખરૂં ઉદાર ચરિત્ર પણું આવી દૃષ્ટિથી પ્રગટ થાય છે. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં પરમાત્માને સત્તાએ દેખનારા જ્ઞાનીઓના હૃદયમાંથી રાગદ્વેષ ટળે છે અને સર્વત્ર સર્વથા પર મામ સત્તાને દેખતાં આખી દુનિયા જાણે પિતાનું કુટુંબ હોય એમ ભાસે છે. કહ્યું છે કે અર્થ નિકઃ gaો તિ, જળના ઢપુતરા ફારિતાનાં તુ, વધેવ દુલા એ ખરેખર સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મત્વ દેખવાથી સંકુચિત સેવા ભક્તિને પરિણામ ટળે છે અને તેના ઠેકાણે વિશાલ દૃષ્ટિથી સેવા ભક્તિનો પરિણામ જાગ્રત થાય છે. જે જીવો પરમાત્માએ થયા છે અને જેમાં સત્તાએ પરમાત્મત્વ રહ્યું છે અને ભવિષ્યમાં
For Private And Personal Use Only