________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામક ગધસંગ્રહ.
૨૩
અને કાયાથી શત્રુઓના આત્માઓને પણ પિતાના આત્માની પેઠે પરોક્ષમાં વા પ્રત્યક્ષમાં પ્રિય ગણશે તે મનુષ્ય આ પ્રયોગની સારી રીતે સિદ્ધિ કરી શકશે. પશુઓ અને પંખીઓ પણ શુદ્ધ પ્રેમના વિચારોથી અસર થાય છે અને તે પણ વશ્ય થાય છે. વનસ્પતિ ઉપર પણ શુદ્ધ પ્રેમથી સારી અસર થાય છે. પતિવ્રતા સ્ત્રો વા માતા પિતાના શુદ્ધ પ્રેમથી સંતાનેને આહાર પાણી દ્વારા સારી અસર કરી શકે છે અને તેથી સંતાનનાં શરીર પિપાય છે. આ વિચાર જન શાસ્ત્રોના અનુસારે છે કે કેમ તેને ગીતાર્થોએ વિચાર કરવાની જરૂર છે. એમાં જે કંઈ યોગ્ય સાથે હોય તે ગ્રહણ કરવું. આ વિચારો જૈનશાને અનુસરીને છે કે કેમ ? તેને નિણર્ય કરવા પ્રયત્ન કરો.
જે મનુષ્યોમાં વિવેક બુદ્ધિ નથી હોતી તેઓને અન્ય સુજ્ઞ મનુષ્ય પિતાના વિચારો પ્રમાણે પ્રવર્તાવે છે. અા મનુષ્યોની શક્તિને પણ વિદ્વાને યુક્તિથી તાબે કરી શકે છે. જ્ઞાનવડે રે, આગબોટ, પવનચક્કી વગેરે અનેક વસ્તુઓધારા મવા કાર્યો કરી શકાય છે. મનુષ્યો ધારે છે તે પિતાના મનુષ્ય જન્મની મહત્તા અવબોધવાને શક્તિમાન થાય છે. આ ભૂમિમાં પૂવે મોટા જ્ઞાનીઓ થઇ ગયા છે. હાલમાં આ ભૂમિમાં વસનારા મનુષ્ય વ્યસની બની ગયા છે તેમજ કુસંપ, ઈર્ષા અને સંકુચિત દૃષ્ટિના દાસ બની ગયા છે તેથી તેઓ નીતિના માર્ગથી પ્રાયઃ મોટા ભાગે ભ્રષ્ટ થયા છે. તેઓની અજ્ઞતા વધવાથી આતિથ્ય સત્કાર ભૂલી ગયા છે અને ઘેર ઘેર કલેશ, ટંટા, અજ્ઞાન, નિન્દા, ઇર્ષ્યા વગેરે દુર્ગુણોએ પ્રવેશ કર્યો છે. શુદ્ધ પ્રેમ, સત્ય, જ્ઞાન આસ્તિય, દયા, ભક્તિ, સંપ, એક બીજાને મદદ, આખી દુનિયાના મનુષ્યની સેવા, સત્ય બોલવું, આત્મભોગ આપ વૃદ્ધાવસ્થામાં વિશેષતઃ પરમાર્થ કાર્યો કરવાં, અને બીજાના ભલામાં રાજી થવું ઇત્યાદિ ગુણો તરફ લક્ષ જશે તો ભારતવાસીઓની ખરી ઉન્નતિ થશે. પાશ્ચાત્ય પ્રજાઓમાં આત્મભોગ, સં૫, હિમ્મત, સહાય અને ઉદ્યોગ શેધક બુદ્ધિ વગેરે આર્યગુણોએ પ્રવેશ કર્યો છે તેથી તેઓ બાલ્યાન્નતિમાં આગળ વધે છે. આર્ય લોકોમાં ભક્તિને ડાળ ઉપર વધવા માંડયો છે અને અનનો સત્ય ભક્તિરસ શુષ્ક થવા લાગ્યો છે. વૈષયિક પદાર્થોની મોજ લેવામાં પ્રમાદી બનેલા મનુષ્યોમાં આર્યપણાના ગુણે ક્યાંથી રહી શકે? ઠાકોર, નવા, અને રાજાઓ પિતાની સત્તાને સ્વાર્થબુદ્ધિ વડે દુરૂપયોગ પ્રાથઃ કરતા હોય એવી દશા જ્યાં વર્તતી હોય ત્યાં લુણાવડે 'આર્ય થવાનું
For Private And Personal Use Only