________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
૧૩
ચિંતવવું, ટીકા કરનારાઓ વા નિંદા કરનારાઓ મહેને ઉન્નતિક્રમમાં ચઢાવવાને માટે સહાયકારી બન્યા છે. તેઓના ધક્કાથી હું આગળ વધવાને છું અને કંઈ નવીન જાતને અનુભવ મેળવવાનો છું, એવું મનમાં ચિંતવવું. જે જે કંઈ થાય છે તેમાંથી કંઈ સારા ભવિષ્યની આશા બાંધવી. વાવેલી બાજરી ઉપર રાંપડી દેવાથી બાજરી વધારે મજબુત થાય છે તેમ પ્રતિપક્ષીઓના ઉપસર્ગોથી-ઉપાધિયોથી મારું જીવન ઉચ્ચ થવાનું છે એમ વિશ્વાસ ધારણ કરવો. પ્રતિપક્ષીઓ વા દુષ્ટ મનુષ્યો પર જ્યાં સુધી હું શુદ્ધ પ્રેમથી કરૂણભાવ ધારણ કરૂં ત્યાં સુધી તેઓના અશુભ વિચારેની અસર મારા ઉપર કદી થવાની નથી એમ મનમાં દઢ નિશ્ચય કરો. સત્યપદેશ દેતાં પણ કોઈનું મર્મ ન હણાય એ ઉપગ ધારણ કરવો. પ્રતિપક્ષીઓનો પરાજય કરવો, તેઓનું ખરાબ કરવું એ કંઈ પ્રતિપક્ષીઓ ઉપર જય કર્યો કહેવાય નહિ. પ્રતિપક્ષીઓના આત્માઓને શુભ વિચારો આપીને તેઓને સત્ય માર્ગમાં લાવવાથી પ્રતિપક્ષીઓ ઉપર જય કર્યો એમ થાય છે. વૈરીઓના વૈરને પ્રતિબદલો લેવાથી કંઈ યેરીઓનો પરાજય કર્યો કહેવાય નહિ પણ વરીના વૈરનો નાશ કરવાથી વૈરીઓનો પરાજય કર્યો એમ કદી શકાય છે. શઠના પ્રતિ શઠતા વાપર્યાથી શર્ટને જીત્યો એમ કહેવું એ યોગ્ય ગણાય નહિ પણ શઠના આત્માને સરલ બનાવ્યાથી તેના ઉપર જય મેળવ્યો એમ કથી શકાય છે. કૂતરાની સામે કૂતરા જેવા થઈને ભસવાથી કંઇ કૂતરાનો પરાજય કર્યો એમ વસ્તુતઃ કહી શકાય નહિ પણ તિરાની કુટેવો વારવાથી અને પોતાના આત્માને કૂતરાના જેવો ઇર્ષાળુ નહિ બનાવ્યાથી કૂતરાનો પરાજ્ય કર્યો એમ ગણી શકાય. પિતાના ઉપર પડેલી ઉપાધિયોને જે સમતાભાવે સહન કરે છે અને પિતાનું પ્રગતિનું કાર્ય આગળ ચલાવે છે તે શર કળી શકાય છે, એવો વિચાર ધારણ કરીને ટીકા કરનારાઓ અને નિન્દા કરનારા મનુષ્ય પ્રતિ શુભ ભાવ ધારણ કરવો જોઈએ. પિતાના કાર્યની ટીકા કરનારાઓ અને નિન્દા કરનારાઓ પિતાને જાગ્રત કરે છે માટે તેનો ઉપકાર માનો. પિતાના માર્ગમાં વેરાયલા કાંટા દૂર કરી આગળ મુસાફરી શરૂ કરવી. વજનું હૃદય કરીને નિર્ભય થઈ આગળ ચાલવું.
જૈન દર્શનમાં ધર્મને સર્વ અંગોને સમાવેશ થાય છે. સર્વ દુનિયાના ધર્મોની નાની અપેક્ષાએ પરીક્ષા કરીને સત્ય દર્શાવનાર જૈનદર્શન ખરેખર એક સર્વ ન્યાયધીશની વાણું છે. જૈન દર્શનમાં સર્વ ધર્મ,
For Private And Personal Use Only