________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
થતું જાય એવાં ઉત્તમ કાર્યો કરવામાં સપુષો પ્રવૃત્તિ કરે છે. ઉચ્ચ કોટિપર આરોહણ કરનારા ઉત્તમ મનુષ્યને તે દીર્ધદષ્ટિ હોય છે જ તેથી તેઓ સામાન્ય મનુષ્યોની પેઠે દેશમાં સપડાતા નથી. દરેક કાર્ય કરતાં પહેલાં દીર્ધદષ્ટિથી વિચાર કરી આત્મશક્તિને દુરૂપયોગ ન થાય અને આત્મશકિતયોને સદુપયોગ થાય તે માટે દીર્ધદષ્ટિગુણથી ધર્મ કાર્યોમાં લક્ષ રાખ !
આત્માની અનન્ત શક્તિ છે પણ તેઓને ખીલવવાના ઉપાયો આદર્યા વિના ખીલતી નથી. આત્માની જ્ઞાનાદિ શક્તિને ખીલવવાની કેળવણી પ્રાપ્ત કરવાની જરૂર છે. કેળવણીથી જરૂર આત્માની શક્તિ ખીલે છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય એવાં પુસ્તક અને એવા પુરૂષોના સંબંધમાં આવવું જોઈએ.
જ્યારે ત્યારે પણ આત્માનું સમ્યમ્ જ્ઞાન કરવાથી આત્માની શકિત પ્રાપ્ત કરવાના ઉપાયો હાથમાં આવે છે. આત્માનું સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉપશમાદિ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારનાં પાપ ધોવાનું તીર્થ ખરેખર આત્મજ્ઞાન છે. જેનાથી શાતિ મળે તેને તીર્થ કહે છે. જેના વડે સંસાર સમુદ્ર તરી શકાય તેને તીર્થ કહે છે. આત્મજ્ઞાનવડે સંસાર સમુદ્ર તરી શકાય છે, માટે આત્મજ્ઞાન એ ઉત્તમ તીય અવબોધવું. સાધુ તીર્થ, સાધ્વી તીર્થ, શ્રાવક તીર્થ, શ્રાવિકા તીર્થ, જ્ઞાન તીર્થ, દર્શન તીર્થ, ચારિત્ર તીર્થ, ક્ષમા તીર્થ, સરલતા તીર્થ, માવતા તીર્થ, નિભતા તીર્થ, વ્રત તીર્થ, તીર્થકરોની કલ્યાણ ભૂમિયો તીર્થ ઇત્યાદિ તીર્થો ખરેખર નાની અપેક્ષાએ કહેવામાં આવે છે. પીસ્તાલીશ આગમો તીર્થ છે. આત્મજ્ઞાન એ આત્માની પરમાત્મદશા કરવાને માટે ઉત્તમ તીર્થ છે. અનેક પ્રકારના દુર્ગાનને નાશ કરવા માટે આત્મજ્ઞાન હેતુભૂત છે માટે સમ્યમ્ આત્મજ્ઞાન એ તીર્થ ગણી શકાય છે. આત્મા એ પૂજવા યોગ્ય છે અને આત્માનું જ્ઞાન પણ પૂજવા યોગ્ય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરો અને પશ્ચાત્ વિચાર કરો કે આત્મજ્ઞાનમાં કેટલી બધી તીર્થતા સમાઈ છે. સંસારમાં સારભૂત કોઈ હોય તો આત્મા છે; કારણ કે આત્મામાં સહજ સુખનો નિધિ રહ્યા છે અને એ આત્માની પ્રાપ્તિમાં દેષોને દોષ રૂપે જ જણાવનાર કોઈ હોય તો ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. ઉત્તમ સાધુઓના સમાગમથી પરમ કલ્યાણભૂત અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જગતમાં સર્વ પ્રકારની ઉપાધિથી ભિન્ન અને આનન્દમય એવા આત્માને અધ્યાત્મજ્ઞાન જણાવે છે તેથી તેની ઉપાસના કરવી જોઈએ.
For Private And Personal Use Only