________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જૈન ધર્મ સાહિત્ય.
જરૂર છે. આર્યાવર્તની ઉછરતી પ્રજામાં શુદ્ધપ્રેમ, દયા, પરેપકાર, જગત સેવા, સંપ, સહનશીલતા, ખરો ત્યાગ, દીર્ઘદૃષ્ટિ, વગેરે ગુણોને આચારમાં મૂકીને બતાવી શકે એવા શિક્ષકે પ્રગટાવવાની જરૂર છે. આર્યાવર્તની પ્રજામાં આત્માની મહત્તા અને સત્ય સ્પર્ધાનુણુ જોઈએ. આર્યાવર્તની ઉછરતી પ્રજાને આત્મભોગ આપીને તેમને ખરા માર્ગે દોરે એવા સદાચારી, જ્ઞાની, ક્રિયાયોગી નેતાઓની ખરી આવશ્યકતા છે. આર્યાવર્તના મનુષ્યમાં પશુઓ પંખીઓ વગેરેનું રક્ષણ કરનારા ધર્મવિચારેને ફેલાવવાની જરૂર છે. આર્યાવર્તના લોકોમાં મતસહિષ્ણુતા પ્રગટાવવાની જરૂર છે. આર્યાવર્તના લોકોને કયા કયા ગુણોની ખોટ પડી છે તે સમજાવે એવા ઐતિહાસિક પુસ્તકોની જરૂર છે. શ્રી મહાવીર પ્રભુએ ઉપદેશેલો ધર્મ એ આર્યાવર્તને સાર્વજનિક ધર્મ થાય એવો ઉપદેશ કરવાની જરૂર છે. નાત જાતના હજારે ભેદ કઈ દષ્ટિએ થયા, તથા ધર્મના ઘણા ભેદો કઈ દષ્ટિએ પડશે અને કઈ દષ્ટિએ તેની ઉપયોગિતા વા અનુપયોગિતા છે તે આર્યા વર્તાના એક ખૂણાના એક ઝુંપડામાં રહેલ ગરીબ મનુષ્ય પણ જાણીને કર્મગી બને એવા પ્રયત્નો કરવાની જરૂર છે. જેનધર્મના આચાર અને વિચારો સાર્વજનિક છે. તેને ફેલાવો કરવાની જરૂર છે.
શ્રી વીશ તીર્થંકરએ આ આદેશ ઉપર ધર્મને ઉપદેશ આપીને આર્યાવર્ત ઉપર મહાન ઉપકાર કર્યો છે. શ્રી વીશ તીર્થકરે ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા અને તેઓએ આખી દુનિયાના મનુષ્યોને તેમની ખરી ઉન્નતિ અર્થે ધર્મોપદેશ દીધા હતા. જે ક્ષત્રિય કુળમાં તીર્થકરો જમ્યા છે તે ક્ષત્રિય કુળ, હાલ શ્રી તીર્થંકરના ધર્મવિચારેને જાણવા પ્રયત્ન કરતું નથી તે શોચનીય છે. જૈનધર્મ દુનિયાના મનુષ્યોના હદયમાં ઉત્તમ શુદ્ધ ભાવના અને સદાચારનો રસ રેડે છે અને તેથી મનુષ્ય શુદ્ધાચારે તરફ સહેજે પ્રવૃત્તિ કરે છે. જૈનધર્મનું ઉદાર સ્વરૂપ નહિ જાણનારાઓ ભલે જૈનધર્મને સંકુચિતદષ્ટિવાળ કહે પણ તેમ નથી. જૈન ધર્મના સિદ્ધાંતને અભ્યાસ કર્યા વિના આત્મન્નતિનો ખરો માર્ગ સમ્ય અવલંબી શકાય નહિ એમ અનુભવ આવે છે. જૈનશાસ્ત્રોમાં ચિંતન્યવાદ અધ્યાત્મવિધા, યોગવિદ્યા ભરપૂર છે. જ્ઞાનીએ જેનધર્મના સિદ્ધાંતને અવધવા સમર્થ થઈ શકે એવી સ્થિતિ હોવાથી બાલછો કે જે કેટલાક જેનો છતાં જૈનધર્મનું સ્વરૂપ નથી જાણતા તેવાઓ દુનિયાને જૈનધર્મનું અમૃત પાવા સમર્થ ન થઈ શકે તે બનવા યોગ્ય છે. જૈન
For Private And Personal Use Only