________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન : જેમ પૂર્વપક્ષે (પ્રશ્નકારે) પૂર્વે જણાવ્યું કે અક્ષય સુખના અથી આત્માઓ પુણ્યબંધના કારણરૂપ અનુકંપાદિને શી રીતે ઈચ્છે? કારણકે પુણ્ય અને પાપ બંનેને ક્ષય થાય ત્યારે જ મોક્ષ થાય. આથી મેક્ષાભિલાષી સાધુઓને. માટે અનુકંપાદિ દાન અનિષ્ટરૂપ છે, અનિચ્છનીય છે.
આ વાત બરાબર નથી.
કારણ કે અનુકંપાદિ દાન-ધર્મો, જે પુણ્યબંધના કારણરૂપ છે; અને એ પુણ્યબંધ શુભના ઉદયવાળો છે. તેમ છતાં તે દાનાદિ ધર્મો અવસ્થાવિશેષમાં સાધુ સાધ્વીજીઓને પણ ઉપાય છે. કેમકે તેના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યને સંભવ થાય છે.
સાધુ સાધ્વીજીઓને પણ પ્રાણાતિપાતાદિકના વિરમણરૂપ મહાવ્રત, તપ, જપ, ધ્યાન, સંયમ વગેરેમાં સુનિશ્ચિત કરી આપે છે.
તેથી જ તે મુક્તિમાર્ગને વિરોધી બનતું નથી, પરંતુ વળાવિયો-સહાયક થાય છે. જેમ અનિ, બાળવા ગ્ય તૃણ (ઘાસ)-કાછ વગેરેને બાળી નાખ્યા પછી સ્વયં જ શાંત થઈ જાય છે, તે જ રીતે અનુકંપા, જીવરક્ષા, સત્યવચન, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ- ત્યાગ વગેરે વતને ભવ્યામાઓ ગ્રહણ કરે છે, અને તે શુદ્ધ-ધ્યાનના પ્રતાપે ભેગ-સુખોની વાંચછના રહેતી જ નથી. તેથી કમનિજારાને સાધે છે. પુણ્યને અનુબંધ, ભોગની વાંછના વગરને હવાથી, મુક્તિના દ્વાર સુધી તે સંગાથ આપે છે. અને પછી એની મેળે જ વિનાશ પામે છે, અર્થાત ચાલ્યા જાય છે.
[૩૩]
www.kobatirth.org
For Private And Personal Use Only