________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પવિત્ર ચારિત્રવંત સાધુ પુરુષ પ્રત્યે દયાથી (અનુકંપાથી) દાન કરવું તે ઉચિત નથી. તેમના પ્રત્યે તે પરમ ભક્તિ-પ્રેમ અને બહુમાનપૂર્વક દાન કરવું તે જ યોગ્ય છે.
આગમમાં જણાવ્યું છે :
॥ आयरियअणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो. ।।
અર્થ : પૂજ્યપાદ આચાર્યની અનુકમ્પાથી તે મહાન ભાગ્યવત એવા ગચ્છની પણ અનુકમ્પા થાય છે.
અહીં “અતુક પા’ શબદ વ્યક્તિ' અર્થમાં છે.] આ વચનના આદેશથી, પૂજ્યશ્રી આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસુરીશ્વરજી કૃત અટકત્તિના આધારે એમ માની શકાય કે સારા ઉકૃટ બુદ્ધિમાન પુરુષો પણ. જેમના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ છે તેમના પ્રત્યે પણ વિશેષ કારણે અનુકંપા કરે છે. આ અનુકંપા રોકી શકાતી નથી. - આ ન્યાયે સુપાત્ર દાન કરનારા દાતારમાં પ્રહણ કરનાર (દાન લેનાર)ના દુ ખ અથવા અર્થશે તો તેમાંથી તેને બચાવવાની પ્રવૃત્તિ થાય છે તે રીતે અનુકંપા દયા) આવી જાય છે, અર્થાત અનુકંપા થઈ જાય છે. આ અપેક્ષાએ આચાર્ય વગેરે પ્રત્યે પણ અનુકંપા દાતાર કરી શકે છે અને તે દેષરૂપ નથી. - કારણ કે આ તે પ્રત્યક્ષથી જ પિતાના પૂજ્ય પુરુષ પ્રત્યે ઈષ્ટતાને સાધી આપનારી પ્રવૃત્તિ છે. તેથી આવા સ્થળે અનુકંપા થવી તે સત્ય-પ્રમાણુરૂપ જ છે. તેમ જાણવું.
www.kobatirth.org
For Private And Personal Use Only