________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાહ જીવરાજ રવચંદ તથા ભાઈ હીરાલાલ.
માણસા. બાદ અને આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કાળ ધર્મ પામ્યા એવા સમાચાર ફરી વળવાથી અમને અતીશય દીલગીરી ઉત્પન્ન થઈ છે. જેના કામમાંથી એક થાંભલે જતે રહ્યો છે. અમેને દીલગીરીને પાર નથી કંઈ ચેન પડતું નથી. એજ સં. ૧૯૮૧ ના જેઠ વદી. ૫
લીશાહ. જીવરાજ રવચંદ તથા ભાઈ હીરાલાલ
શા તારાચંદ બહેચરદાસ
મુ. પાટણ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી કાલ ધર્મને પામ્યા તેવા સમાચાર શેઠ નગીદાસ ઉપરના તારથી જાણ મને ઘણીજ દીલગીરી થઈ છે. પાચમા આરામાં આવા મહાન પુરૂષ મળવા મહા દુર્લભ છે. એક ચળકતે હીરો ગુમ થયે છે. ભાવી બનવા વસ્તુ બન્યા કરે છે. એજ
ગુલાબચંદ ઉકાભાઈ
પાલીતાણું. વિશેષ દીલગીરી સાથે લખવાનું કે આજ રોજ ગુરૂ મહાન રાજના દેવલોક પામ્યાના સમાચાર સાંભળી અમો સૌ ઘણું દીલગીર થયા છીએ. ઘણું જ ખોટું થયું. પંચમકાળમાં આવા મહાન પુરૂષની જૈનધર્મમાં માટી ખોટ પડી. પણ કાલની ગતી ઘણીજ વિચિત્ર છે, એજ
શા પુલચંદ મુળચંદ .
કટેસણ ગુરૂ મહારાજ દેવગર્ થયા તેથી અમને દીલગીરી ઘણી છે. આપને પ્રથમ કાગળ પાનસર લખ્યું હતું. તે કાગળ પાછો આવ્યો છે ને ગુરુ મહારાજે ઘણે ઉદ્ધાર કર્યો ને ઘણાને પોતે તાર્યા.
For Private And Personal Use Only