________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્કૂરણ શક્તિ તે જૈન પરિભાષામાં કહેવાતી એક લબ્ધિજ હતી. જ્ઞાન અને કિયાનાં અશ્રત પૂર્વ સામંજસ્યમાંથી જીવનનાં ચરમ માંગલ્યમાંથી એ શક્તિ જન્મી હતી. ગુજરાતે અનેક સંત મહંત અને યોગીજને દીઠા છે. પણ આવા દ્રષ્ટા તે વિરલ જ હોય છે. એ વિશ્વવંદ્ય વિરલ દિવ્ય વિભૂતિ અવધૂત ગીરાજને શત શત પ્રણિપાત કરવાની રહેજે ભાવના પ્રગટે, એવી તેઓશ્રીની મેધા, પ્રજ્ઞા, અને પ્રતિભા હતી, ગૂજરાત અને જૈન સમાજ પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીના પરમ પુરૂષાર્થના પ્રતિકરૂપ સાહિત્ય અર્પણ માટે એમનું અણી છે અને રહેશે, એમના દિવ્ય જીવનને સમજવાને, એમના આદેશને જીવનમાં ચરિતાર્થ કરવાને આપણે યથાશક્તિ પ્રયત્ન કરીશું તે એ ઋણના ભારમાંથી કાંઈક મુક્ત થઈશું.
પૂ. આચાર્યશ્રીનું વૈદિક સંસ્કૃતિના પ્રધાન અંગસમું * જૈનદ્રષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ' ઉપરનું વક્તવ્ય વાંચનને સુગ સાંપડ્યો, તે સમયથી જ તેઓશ્રીના ચરણ કમળમાં મારું મસ્તક ઢળી પડ્યું હતું. મારી મનેભાવના હતી કે પુ. આચાર્યશ્રીનાં રચિત કાવ્ય કે કોઈ પણ સાહિત્ય પર મારે અવલોકન લખી લેખિનીને કૃતાર્થ કરવી. એ ભાવના આજે સ્વલ્પાશે ફલી છે, અને તે યશ પૂ. મુનિરાજ પ્રવરશ્રી દુર્લભસાગરજી મહારાજને ઘટે છે.
For Private And Personal Use Only