________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
તે ટેવાઈ
તેમને
દર રીતે
મનેજર બનાવ્યા
જગાને તેમણે
વેપારની
સાચું અને
અને આઠ આઠ વરસના એકધારા અનુભવથી ઓફિસના કામકાજમાં પણ તે પ્રવીણ બની ગયા હતા. ઘરાક સાથે કેમ વર્તવું, માલનું વેચાણ કેમ કરવું એ બધી બાબતોથી તે ટેવાઈ ગયા હતા. આથી બાટલીબોયના શેઠશ્રી ભેગીલાલ લહેરચંદે તેમને કંપનીના મેનેજર બનાવ્યા. અને એ વિશિષ્ટ જગાને તેમણે સુંદર રીતે દીપાવી. પિતાની વેપારની કુનેહથી ધંધાને તેમણે ખૂબ જ વિકસાવ્યું અને લાખની આવક ઊભી કરી. પાછળથી તેઓ એ કંપનીના ભાગીદાર બન્યા.
આમ એક સામાન્ય કુટુંબમાં જન્મી, એન્જિનીયર બનવાની મહત્વકાંક્ષા રાખી અને તે ન બની શકતાં એક ફિટરની જિંદગીથી શરૂઆત કરી, મામુલી જીવનની કાર કીદીથી આરંભ કરી એક મોટી કંપનીના ભાગીદાર બની તેમણે જે શ્રેમ કર્યો છે ધીરજ રાખી છે અને પ્રમાણીક બની હિંમતથી જીવનની બધી આફતને જે સામને કર્યો છે એ ખરેખર પ્રેરણાદાયી છે. આર્થિક જીવનની અંતિમ ટેચ શ્રીમંતાઈને પ્રાપ્ત કરી તેમણે આફતભરી પરિસ્થિતિને પણ સામનો કરી અને આગળ વધી જે ઉમદા જીવન જીવ્યું છે તે આગળ વધવા માંગતા માનવીના ચેતનને જગાડી જાય તેમ છે.
પરંતુ, તેમણે શ્રીમંતાઈ પ્રાપ્ત કરી એથી જ કંઈ અમે તેમની નોંધ નથી લેતા. સ્વ. શ્રી વાડીલાલ માત્ર પૈસા ને પ્રતિષ્ઠા મેળવીને જ અટકી નથી ગયા. ત્યાં જ
For Private And Personal Use Only