________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૫૧
તેમની શરૂની જિંદગી કંઈ આશાસ્પદ ન હતી. બાળપણ તેફાની હતું. માને પજવવાનું તેમને ગમતું. માને થકવી નાંખે એવું તેમનું મસ્તીખેર બાળપણ હતું.
ઉંમર વધતી ગઈ ટેવે પણ એના રંગ પૂરતી ગઈ અને તેમને પત્તાની રટ લાગી. પત્તા તેમને શેખ બ. શેખ તેમની ટેવ બની. ટેવ તેમની આજીવિકા બની. કોઈ ખૂણામાં દસ્તારોની સાથે બેસતા અને કલાક સુધી હારજીતની બાજી તેઓ રમતા. રોજની રમતે એ પાનાના જુગારી બન્યા. ત્યારે કોને ખબર હતી આ જુગારી એક દિવસ એનું નામ અજવાળશે? ..
એક દિવસ સેનાની કડી જુગારમાં તે હારીને આવ્યા. માને ખબર પડી. માનું દિલ ઘવાઈ ગયું. માની આંખનાં આંસુ દીકરાને બેચેન બનાવી ગયાં. અને તેમણે જુગારને છેલી સલામ ભરી દીધી.
પત્તા મૂકી તે ચેપડીઓમાં ખોવાઈ ગયા. મનથી ભણવાનું નક્કી કર્યું. ત્યારે આજના જેવી લેન ફંડની સગવડે ન હતી. છતાંય ગમે તેમ કરીને તેમણે અભ્યાસ ચાલુ રાખે. કપડવંજમાં જ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. પિતાને તે એન્જિનિયર બનવાની મહત્ત્વાકાંક્ષા હતી. મોટા મોટા મકાને, પૂલે. વ. બાંધવાની તેમની તે તમન્ના હતી. પરંતુ માનવીનું ધાર્યું બધું થાય તે જોઈતું'તુ શું? મીકેનીકલ એન્જિયરીંગની ડીપ્લોમા કરી અમદાવાદના એક કારખાનામાં તેમણે નોકરી સ્વીકારી લીધી. તેઓ કહેતા
For Private And Personal Use Only