________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી. અને ગુરૂકુળની ઉન્નતિ માટેની પુરેપુરી તમન્ના સાથે પ્રેરણાઓ, હૃદયના આશિર્વાદ પૂર્વક જીવનના અંત પર્યત સહાયક રૂપે જીવનદાતા બન્યા. જે સંસ્થા આજે અજબ સિદ્ધિ સાધી રહેલ છે. સદ્ગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીનાં, એ પરમોપકારની સ્મૃતિ, અખંડ રાખવા તરીકે, ગુરૂકુળ કમીટીએ તેઓશ્રીની પ્રતિમાજીની સ્થાપના કરવાને ઉચિત નિર્ણય લેવાથી ગુરૂદેવના પરમોપાસક અનન્ય ભક્તવર્ય પાટણ નિવાસી શેઠશ્રી. જેશીંગલાલ જગજીવનદાસ શાહ તરફથી તેમનાં પરમધર્મ સંસ્કારી શ્રદ્ધાવત ધર્મપત્નિ સ્વ. તારાબેનના સ્મરણાર્થે ભવ્ય મૂર્તિ બનાવરાવવામાં આવી. અને ગુરુકુળ મળે સં. ૨૦૧૫ ના વૈશાખ સુદિ ૬ ના શુભ મુહુર્ત પૂજ્યપાદ્, પ્રશાન્તમૂર્તિ, આચાર્યપ્રવર શ્રીમદ્દ કીતિસાગર સૂરીશ્વરજી આદિ શિષ્ય પ્રશિના વાસક્ષેપ પૂર્વક યોગ્ય સ્થાને સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ મધ્યે શેઠશ્રી લલ્લુભાઈ રાયજીભાઈ જૈન બોર્ડીંગ તેમજ વડે રે મધ્યે શ્રી દશાશ્રીમાળી વણિક બોડીંગની વિગેરે થવા પામેલ અનેકવિધ રથાપનાએ તેઓશ્રીનાં પરમ પ્રેરણાનાં પ્રતિક ફળ સમાન અખંડ વિકાસ સિદ્ધિને પામી રહેલ છે.
આધ્યાત્મજ્ઞાન એ તેમનું મુખ્ય મીશન હોઇ તદર્થે આવશ્યક્તા જણાતાં, તેમણે સં. ૧૯૬૪ માં દેશના ખૂણે પૂથી અનેક મુમુક્ષુઓને ભેગા કરી માણસામાં એક “શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” ની સ્થાપના કરી હતી.
For Private And Personal Use Only