________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમને શસ્ત્રવિશારદના મહાન બીરૂદ (પદવીથી સન્માને છે. ધીમે ધીમે જૈનો ઉપરાંત હજારો મુસ્લીમ, અંત્યજો, મીર, પારસીઓ, બ્રાહ્મણ, પાટીદાર, ભીલ, ઠાકરડા, કળી. વિગેરે અઢારે આલમ તેમના અનન્ય ભક્ત બની રહેવામાં જીવન સાર્થક સમજે છે.
શ્રીમદ્ પણ પોતાના જ્ઞાનની પરબ કઈ સંપ્રદાય પૂરતી જ અનામત ન રાખતાં પછી તે વિશ્વ સમસ્તનાં પ્રાણીમાત્ર માટે ખુલ્લી મુકે છે. અને પોતે સર્વના – વિશ્વના બની, વિશ્વને પિતાનું બનાવે છે
તેઓશ્રીનાં સર્વદર્શન મત સહિષ્ણુતા, ગહન ગ્રખ્યાલેખન, યોગ સાધના સિદ્ધિના પ્રગટ ચમત્કારો, વિદ્વતા પૂર્ણ વ્યાખ્યાનેના પરિમલ ઠેઠ વિદ્વદ્ શ્રેષ્ઠ ગુર્જરેશ્વર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને મુગ્ધ કરે છે. અને તેઓ શ્રીમદ્ પિતાના મોટા અમલદારને મોકલી પિતાની પાસે વ્યાખ્યાન આપવા આવવા બહુમાન પૂર્વક આમંત્રણ વિનવે છે. અને લક્ષ્મી વિલાસ રાજ મહાલયમાં એક સુશોભિત ઉંચી પાટ ઉપર તેઓશ્રીને વંદન સહિત બરાજમાન કરી વિનય પૂર્વક પોતે, પિતાના વિદ્વાન પંડિત, શાસ્ત્રીઓ, આર્ય–સમાજિષ્ટવક્તાએ, વેદાંતના જ્ઞાતાઓ, દરબારી અમલદાર, નગરના સંભવિત સંગ્રહ, રાજકુટુંબીક વિગેરે હજારની માનવમેદનીમાં, “
આ ન્નતિ’ એ વિષય પર કલાક સુધી વ્યાખ્યાન સાંભળે છે.
આર્યત્વની પ્રાચીન પરંપરાના એ પ્રઢપૂજારી, વિદ્યા
For Private And Personal Use Only