________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
વિશ્વ માનવો પશુ પંખીઓ, રક્ષે પ્રેમ ધરીને; સર્વજીવોના ભલા જ માટે, ઉત્તમ દેહ ધરીને. સ. ૧૬૧ સ્વતંત્રતા સ્વરાજ્યને છે, ભારત, જાગી ભાવે; તેને કેઈ નહીં દબા, જૂલ્મ અનીતિ દાવે. સ. ૧૬૨ દાખે નહીં દબાશે ઉલટ, ઉછળશે બહુ જોરે; ભારત સ્વતંત્ર થાશે અંતે. સ્વતંત્રતાના તેરે. સ. ૧૬૩ બાહ્ય સ્વરાજ્ય ગ્રહીને જયારે, અન્યને પીડે ત્યારે પરતંત્ર પાછું તે થાશે, ભૂલે શીખ ક્યારે. સર્વે. ૧૬૪ સ્વતંત્ર જૈને સ્વાર્થભાવથી, કરે ન જૂલ્મ અનીતિ, સર્વ ખંડને ચડવું પડવું, ગુણ અવગુણની રીતિ. સ. ૧૬૫ શક્તિથી અભિમાની હૈ, કરે ન અન્યનું બરું; સર્વ ખંડને હિત શિક્ષા છે, હિત કરશે સૌ પૂરૂં. સ. ૧૬૬ પ્રાચીન વૈરને ભૂલી જાશે, બને ખરા ઉપકારી; અવગુણ ઉપર ગુણને કરશે, પરભવમાં સુખ ભારી. સ. ૧૬૭ અન્ય દેશને કરી પરાધીન, પશુબળથી નહીં ફૂલે; દેવની અકળકલા છે ન્યારી, ફુલંતાં સહુ . સ. ૧૬૮ લોભે લક્ષણ જાતાં સર્વે, કપટ ચપટ ત્યાં થાવે; જેવું વાવો તેવું લણશે, કય કર્મ સહુ પાવે. સ. ૧૬૯ પ્રભુને સાચે કર્મ કાયદે, ટળે ન કોને ટાળે; મોડા વહેલા સહુ દેશના, ભેળવવામાં ભા. સ. ૧૭૦ સવ ખંડ ઈતિહાસે તેની સાક્ષી આપે સાચી; માટે ન્યાય પ્રમાણે ચાલે, સમભાવે રહે રાચી સ. ૧૭૧ કર્મ કાયદે સર્વ જીવોપર, એક સરીખે ચાલે, તપાદિકનું જોર ન ચાલે, કર્મ કૂરે તે કાળે. સ. ૧૭૨ કર્મ પ્રમાણે સુખ દુખ થાતું, જ્યાં ત્યાં નજરે દેખે; જુઓ જર્મની બળિયું હાર્દુ, કર્મ કર્યાથી પે. સર્વે ૧૭૩ અન્ય દેશને સ્વાધીન કરતાં, પરતંત્ર કે થાવે; વર્તમાનમાં કર્યા કર્મનું, ભવિષ્યમાં ફલ પાવે. સ. ૧૭૪
For Private And Personal Use Only