________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧ સદગુરૂ સંગત પળ કરેરે, પ્રગટે આતમ જ્ઞાન કરે. ૬ દોષે સહુ હરે ટળેરે, સદ્ગુણ પ્રગટે અંગ; મુક્તિ મળે વંછિત ફળેરે, પ્રગટે આનંદ રંગ. કરે. ૭ સર્વ દેશી ઘણુ સંત જ્યારે, બહુલા પાત્ર જ્યાં લેક; સ્વતંત્રતા સુખ ત્યાં વસેરે, પડે ન પડતી પિક. કરે. ૮ સતસંગતમાં મુક્તિ છે રે, પ્રભુ વસે સાક્ષાત્ ; સર્વ પ્રકારે ઉન્નતિ જ્ઞાનાનન્દ સુવાત. કર. ૯ સત્સંગત કરે સજજનેરે, દેશ રાજ્ય હિતકાજ; બુદ્ધિસાગરસંગતેરે, દિલમાં પ્રભુનું રાજ્ય. ક. ૧૦
हिंदनी प्रगतिनो हिंदने बोध.
અરે હિંદ તું જાગ્રત થા ઝટ, કર્તવ્યમાં થા તૈયાર. નબળાઈને દૂર કરીને, ચઢતી હારી કર નિર્ધાર. ૧ પૂર્ણ રવદેશી બન તું પ્રેમ, તુજથી હારે છે ઉદ્ધાર; અચેની દરકાર કર્યા વણ, ચઢતી હારી કર નિર્ધાર. ૨ સ્વાર્પણ નીતિ દયા સત્યને, ઉદ્યમ ધર રૂડા આચાર; હારે સત્ય રવભાવ ન છેડીશ, ઉત્તમ ધર હારા વ્યવહાર. ૩ ફાટફૂટને ઈર્ષ્યા ત્યજતાં, તુજમાં શકિત વધે અપાર; વ્યસન તજી દે સર્વ જાતનાં, વરાજ એવી છે નિર્ધાર. ૪ સ્વતંત્રતાને રવરાજ્ય માગ્યાં, મળતાં રહેતાં નહીં લગાર; મળે મેગ્યતા આવે સહેજે, ઘર સહુ શકિતના આચાર. ૫ પ્રગટાવી લે સર્વ પ્રકારે, સત્ય મેગ્યતા સહુથી સાર; ગુણવડે છે માનને કીર્તિ, ન્યાય સત્યથી છે જ્યકાર. ૬ સબળાં કર અંગે સહુ હાર, પ્રાણાતે હિમ્મત નહિ હાર, પહેલાંના જેવું હમણાં થા, અધ્યાત્મિક શક્તિ અવતાર. ૭ હારા બળથી થા તું ઉભું, યાચીશ નહીં અન્યોની હાર; ખરા રૂપમાં આવીશ ત્યારે, સર્વ બળે પ્રગટે સુખકાર. ૮
For Private And Personal Use Only