________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિબલ ઉત્સાહપ્રયને, સત્ય સ્વરાજ્ય ગ્રહાય; જીવંતાં મરજીવા થાતાં, ક્ષણમાં રાજ્ય પમાય. જ. ૯ પિંડે પિંડે સ્વરાજ્ય છે સહને, વિવમાં સર્વની પાસ; એવા સ્વરાજ્યને સ્થાપે સર્વે, રહે ન કોઈ ઉદાસ. જ, ૧૦ સ્વરાજ્ય સ્વરાજ્ય મળવા માટે, કરે જે વિશ્વ પિકાર; પણ ઘટમાં સ્વરાજ્ય ન જાણે ત્યાં છે દુ:ખ અપાર. જ. ૧૧ વ્યષ્ટિ સમષ્ટિ સ્વરાજ્ય સાચું, પ્રગટે સુખ છે શાંતિ બુદ્ધિસાગરગુરૂ કૃપાએ, થાતી આત્મત્કાન્તિ, જ. ૧૨
સં.
સંપ વિના નહીં જપ, સમજશે સંપ વિના નહીં જે. સંપે ન દુ:ખને કંપ .... .. • સમજશો. સંપથી શક્તિ વધેરે, થાવે ન ક્યારે હાર; આમલેગ આપ્યા વિના રે, સંપ ન થાય લગાર. સમજુઓ સંપી રહેશે, મૂર્ખ ધરે મત ખેદ; સંપી રહે નહીં સ્વાથી એરે, મરે પાડી વહુ ભેદ. સંપ વિના બળ નહીં કશુંરે, શત્રુઓથી હણાયક ફાટફૂટ જ્યાં બહુ થતી, ત્યાં નહીં શાંતિ જરાય. સંપથી સંઘનું બળ ઘણુંરે, ઋદ્ધિ સિદ્ધિ પ્રકાશ ચઢતી વેળા થાય છે રે, થાય ન કેને વિનાશ. સર્વજતિના હિન્દીએ રે, સંપે જીવશો ખાસ; સંપ વિના મરી જાવશેરે, એ ધરે વિશ્વાસ. સ્વાર્થભેગને આપતારે, રાખે સહનતા બેશ; મતકદાગ્રહ ત્યાગતારે, નાસે કુસંપના કલેશ. સંપવિનાના માનવેરે, અન્યના થાય ગુલામ, સંપનાં કારણ આદરેરે, કરશો સંપથી કામ. સ. ૭
For Private And Personal Use Only