________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
અહિંસક ગુણ ગુર્જર દેશ જ, મારવાડ શુભ માન; માલવ મૃદુતા વિદ્યાદી, બંગ પ્રભુ ગુણગાન. અમારે ૬ કાશી અયોધ્યા ભક્તિ ઉપાસન, પ્રભુવિવેક વિહાર સત્ય વિચાર જ વરાડ જાણે, દક્ષિણ ધર્માચાર. અમારો ૭ ધર્મ કુશલતા કર્ણાટક છે, દ્રાવિડ ઉત્તમ જ્ઞાન; મહારાષ્ટ્ર છે આત્મમહત્તા, ધારવાડ પ્રભુતાન. અમારે ૮ સંત વૃક્ષ ડગલે ડગલે, અસંખ્ય દિવ્ય પ્રદેશ, ત્રણ દિશાએ વિદ્યાસાગર, જલ સ્થલ શુભ પ્રવેશ. અમારે ૯ પુણ્યકર્મ છે અનેક તીર્થો, પિંડે તે બ્રહ્માંડ પરબ્રહ્મ મહાવીર પ્રભુ રવિ, ઉગે નૂર અસમાન. અમારો ૧૦ શ્રદ્ધા આરબ દેશ મઝાને, પ્રીતિ તેજ ઈરાન, તુર્કસ્થાન છે તત્ત્વ પ્રતીતિ, બળ અફઘાનીસ્તાન. અમારે ૧૧ એવા અસંખ્ય પ્રદેશ રૂડે, સર્વ દેશ શિરદાર; આત્મદેશ ભારતમાં જન્મે, ધન્ય ધન્ય અવતાર. અમારે ૧૨ ક્ષમાં પૃથ્વી શાંતિ જલ મનડું, વાયુ અગ્નિ જ જ્ઞાન; આનંદ નભ એ પંચભૂતનું, વિલસે રૂડું તાન. અમારો ૧૩ આતમ ભારત આર્યદેશમાં, દેશે સર્વે સમાય; ગુણ પર્યાયે સર્વે ધર્મો, ઉત્પત્તિ વ્યય પાય. અમારે ૧૪ નામ રૂપને મેહ તજીને, ઐક્ય ધરે ગુણ તાન, બુદ્ધિસાગર ચિદાનંદમય, આર્ય દેશ મસ્તાન. અમારે ૧૫
परतंत्रता.
જેઓ ગુરૂઆજ્ઞા પરતંત્ર, તેઓ બને ખરા સ્વતંત્ર. માતપિતા ગુરૂ જ્ઞાની સંતે, તેઓની શુભ શીખ; માનતાં આજ્ઞાએ રહેતાં, સ્વાધીનતાની દીખ. જેઓ ૧
For Private And Personal Use Only