________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૩
ભજનપદ સંગ્રહ.
r
ભાવા—માત્મા પાતાના અસંખ્યપ્રદેશામાં રહેલો શુદ્ધચેતનાને કથે છે કે હું શુદ્ધ ચેતને ! મ્હારે હારૂં' જ એક કામ છે. દુનિયા દીવાની અને ઝૂફી છે એ ભલે ગમે તેમ કહેમાને પણ મ્હારે જૂડી એવી દિવાની દુનિયાનુ કામ નથી. ઘડીમાં સારો ઘડીમાં લોટો, દુનિયા જોને વોલ, સારો ને લોટો જો હેવે, कोण करे तस तोल. समजीने सर्वे सहेवुंरे, करशे जेवुं तेवुं भरे दुनिया छे दिवानीरे. तेमां शुं तुं चित्त धरे ॥ जोने जरा जागीरे मायामां मुंजी शाने मरे || રૂચારિ. દુનિયા ગમે તેમ માને ખેલે તા પણુ મ્હને દ્ઘારા નિશ્ચય થવાથી હવે હને ત્યજી અન્ય ઇચ્છવાના નથી. હે રસીલી ! હું તુને રીઝવવા માટે પ્રાણુ તન અને મનને પ્રિય ગણ્યું નથી. હે રસીલી શુદ્ધચેતના ! દ્ઘારા પ્રેમથી ધાયલા હુ તન મનાદિને રાખ કરતાં અને નાકના મેલ કરતાં અધિક ગુણતા નથી. હારા શુદ્ધ પ્રેમમાં રંગાવાથી દુનિયાના કાટિ કાર્યોમાં અને વિષયામાં રાગાર્દિક ભાવે મ્હારૂં મન મુંઝાતું નથી, કારણ કે ત્હારાપર ખરેખરા પ્રેમ લાગવાથી દુનિયાના કાર્યોમાં, વસ્તુમાં તથાવિષયામાં શુભાશુભ પરિણામ ન પ્રગટવાથી તેમાં હવે મન જ લાગતુ નથી. મ્હારા સબધી દુનિયા ચ્હાએ તે અભિપ્રાય ધરાવેા. પરન્તુ તેથી મ્હને હવે કંઇ નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ. મારા મનથી તે આખું જગત્છતાં પણ શૂન્ય જેવું જણાય છે, ફક્ત તુ એકલી મારા મનમાં—દુનિયામાં છતી જીવતી અને પ્રિયમાં પ્રિય પૂર્ણ આનન્દમૂર્તિ રૂપ દેખાય છે. ત્હારા તેજમાં મ્હારા પ્રાણ વેચાઇ ગયા છે એમ છેલખીલી નક્કી માન ! મ્હારા પ્રાણા હારામાં લીન થઈ જવાથી તથા આખું શરીર ત્હારામાં લીન થઇ જવાથી પ્રાણામાં અને શરીરની સાડાત્રણ કાટિ રામરાજીમાં પણ આનન્દ વ્યાપી ગએલા હૈાવાથી રામરાજી વિકવર થઇ ગઇ છે તેથી નિશ્ચય થાય છે કે હારામાં અપર’પાર આનન્દ ભરેલા છે અને તેથી તે પ્રાણા અને શરીરની રામરા દ્રારા બહાર ઉભરાઇ જતા હાય એવા અનુભવ આવે છે. સન્તજનાનાં મનને મેાહુ કરનારી અને વૈરાગીપર રાગી એવી ત્હારી અલખ અપરંપાર લીલા છે. બુદ્ધિ અર્થાત્ જ્ઞાનને સાગર, જે આત્માના પ્રદેશે પ્રદેશે રહેલા છે એવા આત્માના અસખ્ય પ્રદેશે અનંત કેવળ જ્ઞાનશકિત સ્વરૂપે તું રહેવાથી તે પ્રદે શામાં મ્હારી તન્મયતા થઇ રહી છે અને તેથી સમાધિલય લાગવાથી ન્યાતા ધ્યેયઃ હું-તુનું ભાન પણ રહેતુ નથી, એવુ હે શુદ્ધચેતના ત્હારા પ્રેમે અનુભવાય છે એમ બુદ્ધિસાગર કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only