________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન
સંગ્રહ.
મનરૂપ કુંડમાં નવ ગજ પ્રસ્વેદ જલ પ્રગટાવ્યા જેટલું દુઃખ પડે છે ત્યાં સુધી તું છાનીમાની ગુપ્તપણે જોઈ રહી છે અને મહને તલસાવે છે તેથી હવે કેમ શરમ નથી આવતી? પતિવ્રતા સ્ત્રીને આવી રીતે સ્વામીને નવ ગજ પરસેવો વળે ત્યાં સુધી દર્શન ન દઈને સતાવવાનો શો ધર્મ છે ? તું હેને સ્વયં વિચાર કર અને જરા મનમાં શરમ લાવ. હવે પ્યારી મારી સાથે ઐક્યરૂપે આવિર્ભાવે મળીને સાદિઅનન્તમાં ભાગે મેળ કર. હે પ્રાણપ્રિયે નિવૃત્ત! હારા રૂપમાં લય લાવાને હારામાં લીન થવાનો છું એમ સત્ય કથું છું. હે પ્રાણપ્રિય નિવૃત્ત ! હારા દિલસાગરમાં સ્નાન કરીને હું આનંદમય થઈ જાઉં એટલું જ ઇચ્છું છું.બાકી હવે અન્ય કંઈ સકામત્વ રહ્યું નથી. મેં હવે હારી સાથે મેળ મેળવતાં ભીતિ, ખેદ અને શોકનો ત્યાગ કરીને હારામાં જ સર્વથા સર્વદા વૃત્તિ લગાવી છે એમ નિશ્ચયતઃ અવબોધ! હવે તું હને જગતનું ભાન ભૂલાવીને હે નિવૃત્તિ હૃદયરસરૂપ આનન્દ રસ પ્યાલો પાઈ દે. અનાદિકાળથી ભવમાં ભટક્તી મહે હને પ્યારી ન જાણી હતી. હવે તે ત્યારું સ્વરૂપ જાણવાથી પૂર્ણ પ્યારી તું લાગી છે. જ્ઞાનનો સાગર જેમાં છે એવા અસંખ્ય પ્રદેશોમાં ત્વારા દર્શનથી આનન્દની સહજ ખુમારી ચઢી છે એમ અત્તમાં ઉગ ધરીને બુદ્ધિસાગર કથે છે.
चेतनना चेतनाप्रियाप्रति प्रेमोद्गार.
(હોરીના રાગમાં). ચમકાવી રૂપ હારૂ રે, પ્યારી પ્રેમ જગાડ, ભૂલાવી જગભારે, તુજમાં મુજને લગાડય; કેણુ જાણે શું? કામણ કીધું, આંખે એક તું આવે, સ્વપ્નમાં પણ હિ તૃહિ, દિલમાં ખેંચાણ થાવેરે. યારી ૧ હારૂં નૂર કંઈ ઔર મઝાનું, આનન્દ સ્વાદ ચખા, નવ વનવંતી ગુરવાળી, અનુભવરંગે રમાડોરે. પ્યારી. ૨ નહિ ઈન્દ્રિયે નહિ જયાં મનડું, ત્યાં તુજ નૂર નિહાળ્યું, બુદ્ધિસાગર ઝળહળ જાતે, મેહ તિમિર ભગાડયું રે પ્યારી. ૩ ભાવાર્થ-અધ્યાત્મસૃષ્ટિના અધિપતિ ચેતન આત્મા. પિતાની ચેતા સ્ત્રીને
For Private And Personal Use Only