________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
* नमु ए प्रेमीने भावे. 22 સદા હોદધિમહિ, ઝીલાવે દોષ ઘઈને, સહે અપરાધની કેટિ, નમું એ પ્રેમીને ભાવે. ધરે નિષ્કામતઃ મૈત્રી, હૃદય પરખી કરે પ્રગતિ કરે ઉદ્ધાર મિત્રોને, નમું એ પ્રેમીને ભાવે. કરે આનન્દમય જીવન, વિપત્તિમાં સહાયક થઈ, અને સ્વાત્માસમા એવા, નમું હું પ્રેમીને ભાવે. તપે નહીં ને તપાવે ના, તપેલાની કરે શાનિત, જીવન આપે ગુણેનું જે, નમું હું પ્રેમીને ભાવે. બને એકાન્ત ઉપકારી, કહી નહિ દે કર્યું જે જે; શિખામણ આપીને તારે, નમું એ પ્રેમીને ભાવે. અવજ્ઞા ના કરે કયારે, ચઢે ટ નેહીની વારે, કરે ઉપકારથી ભારે, નમું એ પ્રેમીને ભાવે. ઉપેક્ષા ના કરે છે, ત્યજે ના સંગને ક્યારે, પ્રતિજ્ઞા પ્રેમની પાળે, નમું એ પ્રેમીને ભાવે. ધરે ના સ્વાર્થને છટે, ધરે ના માનને ફટે, કપટને ના ધરે કાંટે, નમું એ પ્રેમીને ભાવે. ખરી આત્મોન્નતિ કરવા, અનન્તા સદ્દગુણે ભરવા થયે ઉઝમાળ સુખ વરવા, નમું એ પ્રેમીને ભાવે. દઈ દે રગ પિતાને, રહે ના અવસરે છાને ગુણોનાં બહુ કરે ગાને, નમું એ પ્રેમીને ભાવે. પડંતાને જ ઉદ્ધારે, યથાશક્તિ અનુસાર, કરે નિન્દા નહીં ક્યારે, નમું એ પ્રેમીને ભાવે. બને આત્મોન્નતિ સાથી, ભમે ના જે ભમાવ્યાથી કરે કર્તવ્ય કહેવાથી, નમું એ પ્રેમીને ભાવે.
૧૧
For Private And Personal Use Only