________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
સ્વપક્ષે રાગ પરપક્ષે, અરૂચિ માનીને રહેવું વિભાવે ખૂબ રંગાવું, નથી એ ચિત્તમાં ગમતું. કરી વિકથા ખુશી થાવું, કષાયમાં રમી ૨હેવું; શુભાશુભભાવને ધરે, નથી એ ચિત્તમાં ગમતું. વિચાર્યા વણુ ઘણુ લાભે, ઘણાં વ્યાખ્યાનને દેવાં; કથા કરવી મગજ નેઈ, નથી એ ચિત્તમાં ગમતું. ધરીને સ્વાર્થની આશા, કષાયેના પછી વશમાં જીવનને ગાળવું મેહે, નથી એ ચિત્તમાં ગમતું. ધરીને ઢોંગ છેતરવા, જનોને જૂઠ સમજાવી, સ્વકીય સ્વાર્થના માટે, નથી એ ચિત્તમાં ગમતું. પ્રભુ મહાવીરના બધે, શુભા આત્મન્નિતિ કરવી બુદ્ધ બ્ધિ સન્તની સેવા, સદા એ ચિત્તમાં ગમતી. સંવત્ ૧૯૭૦ ના આ સુદિ ૧૧ બુધવાર
# શાંતિઃ રૂ
जा रहे गाफल नहीं क्यारे १५
કવાલી. જને પાસે ઘણા આવે, ખરેખર ભિન્ન આશયથી; પરીક્ષા કર ઘણું રીતે, રહે ગાફલ નહીં કયારે. અરે કઈ દોષ જેવાને, બની ભકતો વિનય ધારે, હૃદયમાં પેસીને મારે, રહે ગાફલ નહીં ક્યારે. બનીને કે પિતાના, હૃદયની સર્વ વાતે લે; જણાવે શત્રુઓને તે, રહે ગાફલ નહીં ક્યારે. પુટે પાસે રહેલાઓ, લઈને લાંચ વા સ્વાર્થે મુખે મીઠા હૃદય પાપી, રહે ગાફલ નહીં કયારે. વધે સંતાપ જેનાથી, કષાયાની થતી વૃદ્ધિ ત્યજીદે સંગ તેઓને, રહે ગાફલ નહી કયારે.
For Private And Personal Use Only