________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન,
શ્રી ભજન પદ્ય સંગ્રહ ભાગ આઠમે “શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથ માળાના ૪૮ મા ગ્રન્થ તરીકે બહાર પડે છે. તેની અંદર ઘણે ભાગે આધ્યાત્મ જ્ઞાન, સેવાધર્મ, ભક્તિ, વૈરાગ્ય, હાનિકારક રિવાજ નિષેધ, કર્મળ પ્રવૃત્તિ, શિષ્ય સુધારણા, શુદ્ધ પ્રેમ દ્વારા આત્મિક ધયાન વગેરે વિષને સમાવેશ કરવામાં આવ્યું છે.
એ વાત સર્વને વિદિતજ છે કે આપણે જેને કેમમાં અધ્યાત્મક વિષયક જ્ઞાનના જ્ઞાતા શા. વિ. જે. ચા શ્રીમદ્ બુદ્ધિસાગરછ સૂરીશ્વરજી છે, અને એ વાતની માહીતિ તેમના લખાયેલા ગ્રંથે ઉપરથી સર્વને થઈ છે. આચાર્યશ્રીએ જે જે ગદ્ય તથા પો લખ્યા છે તે સંપૂર્ણ અધ્યાત્મજ્ઞાનથી પૂર્ણ જ છે, તેવી જ રીતે આ આઠમા ભાગમાં પણ એક એક પઘમાં એવી રીતે અર્થને સમાવેશ કરવામાં આવ્યું છે કે, જે પદ્ય વાંચનાર–મુસલમાન હે યા પારસી હો વા વેદાનિત હેય વા કબીરપંથી હોય વા આર્યસમાજી હોય અથવા અન્ય કોઈ પણ દર્શની હોય પરંતુ તે પદ્ય જે માધ્યા
સ્થદષ્ટિથી વાંચે તે વાંચતાની સાથેજ તેને તે વિષયનું સંપૂર્ણ જ્ઞાન થાય છે.
આ ગ્રન્થની પ્રસ્તાવના આચાર્યશ્રીએ એવા રૂપમાં લખેલી છે કે તે પ્રસ્તાવના દેખવા માત્રથી ગ્રન્થ માંહેલા કઠિણ પદ્યને પણ અથે સહેલાઈથી સમજી શકાય છે. તથા કયા પદ્યમાં કેવા પ્રકારના આશયથી અમુક વાત લાવવામાં આવી છે, તે પણ પ્રસ્તાવનામાં એવી સૂક્ષ્મ રીતિથી દર્શાવવામાં આવી છે કે, વાંચનાર સાધારણ જ્ઞાની હોય તો પણ પદ્યાના અર્થને સહજમાં સમજી શકે.
શ્રીમદસૂરીશ્વરજી મહારાજના અધ્યાત્મ જ્ઞાનને પરિચય કરાવ તે દીપકથી સૂર્યને પ્રકાશ કરાવવા બબરજ છે. કારણ કે તેઓશ્રીની કલમથી એવા એવા અધ્યાત્મિક વિષયના મહત્ત્વના
For Private And Personal Use Only