________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
ગુરૂ પૂજા ચેતન વિષે રે, સંઘ સકલ આધાર; સંઘ પૂજે ગુણ પૂછયા રે, નવપદ તેમાં ધાર. પૂજ્યપણું છે સંધમાં ૨, પરમબ્રહ્મપદકાર; બુદ્ધિસાગર સંઘની રે, શોભા અપરંપાર.
કલિમાં. ૪
કલિમાં. ૫
મળ્યા જગ્યાનો તા. 2 ભણી ભણી સાર અમેએ વિચાર્યો, આત્મજ્ઞાન આધારે ભણી ભણ. પુરાણે વાંચ્યાં ઘણાં રે, વેદે વાંચ્યા વિચારે; ઉપનિષદ ભગવકતા રે, વાંચી કાઢો એ સારે. ખરેખર
આત્મજ્ઞાન આધાર. ૧ કુરાન બાઈબલ વાંચીયાં રે, ષદર્શન મત ભારે; સત્ય તત્ત્વ એ જાણીયું રે, વીતરાગ જયકારે. ખરેખર. ૨ દિગંબર શાસ્ત્રો ઘણું રે, જોયા વિચાર આચારે; રાગ દ્વેષને કાઢવા રે, ધ્યાન માગ છે પ્યારે. ખરેખર. ૩ વીર પ્રભુની વાણીથી રે, માઠા જાણ્યા વિકારે; આત્મજ્ઞાન ને ધ્યાનમાં રે, આનન્દ પ્રગટે અપારે. ખરેખર. ૪ સ્યાદ્વાદ સત્તામયીરે, અનન્ત ગુણને કયારે બુદ્ધિસાગર આતમા રે, ધ્યાતાં થાવે ભવ પારે. ખરેખર. ૫
અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી સાર એ નીકળે છે કે રાગ દ્વેષનો નાશ કરીને આત્માની શુદ્ધિ કરવી, અન્યદર્શનીઓનાં વેદ ઉપનિષદ, ભગવતા, પુરાણ, સાંખ્ય શાસ્ત્ર, બુદ્ધનાં ત, બાઈબલ, કુરાન વગેરે વાંચ્યા અને તેથી નિશ્ચય એજ થયો કે શ્રી મહાવીરમભુએ આત્માની પરમાતમ દશા કરવા જ્ઞાન-દર્શન અને ચારિત્રનો જે માર્ગ બતાવ્યો છે, તે જ વીતરાગ પન્થ ઉત્તમ છે. આગને સાર એ જ છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવી. આત્મજ્ઞાન થતાં સ્યાદ્વાદ દષ્ટિએ અનેક નોની અપેક્ષાએ સત્ય તત્વ ગ્રહણ કરવાની શકિત પ્રગટે છે. સમ્યગદષ્ટિને એકાંત શાસ્ત્રો પણ સમ્યકવરૂપે પરિણામ પામે છે.
ૐ શાન્તિઃ રે
For Private And Personal Use Only