________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનસંગ્રહ ભાગ ૫ પાંચમે, અને
શાનદીપિકા.
પ્રસ્તાવના
જગતમાં જીવનને મુખ્ય ઉદ્દેશ એ છે કે આત્માની જ્ઞાનાદિ ગુણવડે ઉન્નતિ કરવી. આત્મા, કાયા, મન, એ ત્રણ વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ સમજવાથી આત્માની શુદ્ધદશા સમજાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વીર્ય આદિ અનન્ત ગુણમય આત્મા છે. આત્મા અનન્ત ગુણમય છે પણ કર્મ દેને નાશ કર્યા વિના તે તે ગુણો પ્રકટભાવે થતા નથી. આત્માના જ્ઞાનાદિ ગુણો પ્રકટ કરવાને વૈરાગ્ય ભાવના, આત્મભાવના, સમતાઆદિ ગુણોની વૃદ્ધિ કરવી જોઇએ, આત્માના વૈરાગ્યાદિ ગુણોને ખીલવવા માટે તે તે ગુણોનું સ્વરૂપ ગાવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન ધરવું જોઈએ—ભજન પદ સંગ્રહપાંચમા ભાગમાં વૈરાગ્ય, સમતા ધ્યાન, આત્મજ્ઞાન વિગેરેના સ્વરૂપનાં પ કુરણાગે રચવામાં આવ્યાં છે. એમાં કેવું સ્વરૂપ છે તેને ખ્યાલ, વાંચકવર્ગ પિતાની મળે કરી લેશે–નવા જમાનાને અનુસરી આત્મભાવ, આત્માની અનેક પ્રસંગમાં થતી ફુરણાઓ, પ્રસંગોપાતના ઉપયોગી પત્ર વગેરેનું ગઝલમાં ગ્રંથન કર્યું છે. છેલ્લા ભજનમાં અમારા અંગરૂપ ધર્મ બાંધવાની ગઝલ રચવામાં આવી છે, તેમાં સાતની સાથે અપેક્ષાએ એકેક નાને પણ ધર્મનું અંગ ગણેલું છે. ષટદર્શન જન અંગ ભણી જે-ષદર્શન, જીનનાં અંગ છે, એમ નમિનાથના સ્તવનમાં શ્રીઆનંદઘનજી કહે છે. શ્રી અધ્યાત્મસારમાં શ્રી યશોવિજય ઉપાધ્યાય ભગવાન પણ કહે છે કે ત્રાજુ સૂત્ર
For Private And Personal Use Only