________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अष्टापद अरबद गिरि ॥ समेतशिखर गिरनार ॥ : ए पंचे तीरथ प्रणमीए ॥ मन धरी हरख अपार ॥ १६३ ॥ - ભાવાર્થ–દપૂર્વનું સાર નવપદ છે. અરિહંત, સિદ્ધ, સૂરિ, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ નવપદને જાપ જ . એ નવપદનું સ્વરૂપ વિચારવું. આત્મામાં નવપદ છે એને * અનુભવ કરે અને તેને પ્રગટાવવા, પુરૂષાર્થ કર. ક્ષણે ક્ષણે નવપદની ભાવના કરવી, હદયકમલમાં નવપદ સ્થાપીને તેનું ધ્યાન ધરવું અને સમાધિમાં લીન થઈ જવું એમ કરવાથી અનેક લબ્ધિસિદ્ધિ પ્રગટે છે. આત્માના અનંતપર્યાને ઉપશમભાવે તથા ક્ષયપશામભાવે તથા ક્ષાયિકભાવે પ્રગટ ભાવ થાય છે. નવપદ કંઇ આત્માથી ભિન્ન નથી. આત્માની અનંત શકિત છે અને તે આત્માના ધ્યાનથી પ્રગટ થાય છે. પૂર્વે અનંતા મુનિવરેાએ નવપદની અદ્ધિ આત્મામાં પ્રગટ કરી હતી, વર્તમાનમાં કરે છે, અને ભવિષ્યમાં કરશે. પૂર્ણ શ્રદ્ધાભાવથો નમસ્કાર મંત્ર જાપ જપ અને નવપદને જાપ જપવો. ચંદપૂર્વનું સાર નમસ્કાર મંત્ર છે. તેનાં નવપદ છે. નમસ્કાર મંત્રપદના જાપ થકી સર્વ પાપનો નાશ થાય છે. મોટા મોટા મુનિવરો પણ મરતી વખતે નમસ્કાર મંત્રનો જાપ કરે છે. આવામાં અને અંતમાં નમસ્કાર મંત્રજ શરણું ભૂત છે. નમસ્કાર મંત્રના જાપથી અનેક મહાત્માઓ સિદ્ધ થયા છે. આ જગતમાં નવપદ સમાન કોઈ મંત્ર નથી, તથા કોઈ તંત્ર નથી તથા કેઈ યંત્ર નથી. ભૂતકાળમાં જેટલા તીર્થંકરો થયા તેમણે નવપદને પ્રકાશ કર્યો અને ભવિષ્યમાં જેઓ તીર્થકરે થશે તેઓ પણ નવપદને પ્રકાશ કરશે. સિદ્ધચકનાં નવપદ છે, અને નમસ્કાર મંત્રનાં નવપદ છે. આત્મામાં ઉંડા ઉતરીને નવપદને અનુભવ કરો એજ સારામાં સાર છે. મેહરાજાની સર્વ શક્તિનો નાશ કરનાર નવપદને જાય છે. સર્વ તીર્થને રાજા સિદ્ધાચલ શત્રુંજય છે, તેની યાત્રા દર્શનથી સર્વ કર્મને નાશ થાય છે. સિદ્ધાચલ ઉપર કાંકરે કાંકરે અનંતા મુનિ સિદ્ધ થયા છે. દ્રવ્યથકી સિદ્ધાચલ તીર્થ તે સર્વ તીર્થને રાજા છે અને ભાવ થકી સિદ્ધાચલ, શત્રુજ્ય
For Private And Personal Use Only