________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩). કોએ પથરા માર્યા હતા. વિવેકાનન્દ સ્વામિના પર પણ અમેરિકાના પાદરીઓએ આળ-તહામત મૂક્યાં હતાં. કર્મના ઉદયથી અનેક મહાત્માઓને પણ અનેક દુ:ખ વેઠવાં પડ્યાં પડે છે અને પડશે, માટે આત્માથી મનુબેએ કર્મના ઉદયથી સંકટ દુ:ખ પડે તે દીન ન બનવું, કાયર ન બનવું, હિંમત રાખવી, આત્માને કર્મથી ન્યારો ભાવ, અને ધર્મ કાર્ય કરવામાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી. કમનું નાટક કરવામાં પિતાને કર્મથી જુદો જાણીને આત્મ! આત્મસ્વરૂપમાં રમણ કર! हरिचंद्र राय कर्म वसि । शिर वह्यु इंच घरे नीर ।। कर्मवसे नर सवी नड्या । जे जग बावन वीर ॥१४२ ॥ गौब्राह्मण स्त्री बालक । द्रढप्रहारे हत्या कीथ ॥ च्यार पहोर काउसग्ग रही। खटमासे केवल कीध ॥ १४३ ॥
ભાવાર્થ-હરિચંદ્ર રાજા ઘણે સત્યવાદી હતે, પ્રતિજ્ઞા પાળવામાં તે પહેલા નંબરને રાજા થઈ ગયા. પ્રતિજ્ઞા પાળવાના સત્યને લીધે તે ચંડાળને ઘેર વેચાય અને તેને ચંડાળના ઘેર પાણી ભરવું પડયું ! મશાણ જાળવવું પડયું અને તેની સ્ત્રી તારામતી રાણી પણ વેચાઈ. બન્ને ઉપર ઘણું દુ:ખ આવી પડ્યાં ! કયાં રાજા અને કયાં ચંડાળને ઘેર પાણી ભરવાનું કામ કરવું ! અહો ! કર્મગતિ વિ. ચિત્ર છે. ચક્રવર્તિ જેવાને પણ કર્મ બે ઘડીમાં ભિખારી બનાવી દે છે. મુસલમાને કહે છે કે “પલકમાં ખુદા ચાહા સે કરી શકે છે.” ત્યારે જેનો કહે છે કે “કર્મ પલકમાં ચાહે સો કરી શકે છે.”કર્મથી એક ઘડી પછી શું થશે તે કેાઈ જાણી શકતું નથી. મોટાં મોટાં યુદ્ધો થવાં, વરસાદ ન વરસ મોટા મેટા રેગે ચાલવા, નદીની રેલમાં સેંકડો ગામ તણાઈ જવાં, દરિયામાં સ્ટીમર ભાંગી-ડૂબી જવી, જ્વાળામુખી ફાટવાથી લાખે માણસનું મરી જવું, ધરતીકં. પથી સેંકડે ગામો પૃથ્વીમાં દટાઈ જવાં, ઈચ્છાઓ પ્રમાણે કાર્યસિદ્ધિ ન થાય, ઘડીમાં રાજા તે ઘડીમાં રંક, રાજગાદી ઉપરથી ભ્રષ્ટ થઈ જવું, રૂશિયાના ઝાર જેવી ઘડીકમાં બેહાલ દશા થઈ જવી, જાપાનની જેવા મોટા ધરતીકંપથી લાખે મનુષ્યનું મરણ થવું, તથા મોટા મોટા
For Private And Personal Use Only