________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિલ્કતને સહિયારે ભાગ વહેંચી આપે. શેઠ લાલભાઈને અધ્યાત્મજ્ઞાન પર તથા તત્ત્વજ્ઞાન ઉપર ઘણી રૂચિ હતી તથા પાશ્ચાત્ય જડવાદના સુધારાનું અનુકરણ કરવામાં તેઓ હિંદની અને ધર્મની પડતી માનતા હતા, જેના કામ પર શેઠ લાલભાઈનો ભારબોજ પડતો હતો, તેમની વર્તણુંક નીતિવાળી હતી, તે વ્યસનરહિત હતા. સામાયિક પૂજા કર્યા વિના ખાતા નહોતા. વ્યાખ્યાન પણ સાંભળતા હતા. જેન ધર્મ પર શ્રદ્ધાળુ હતા અને સાધુ ગુરૂઓના ઉપદેશને
આજ્ઞાને માન્ય કરતા હતા. મોજશેખ ઠાઠમાઠ અને ભપકાથી દૂર રહેતા હતા. અને સાદું વતન ધારતા હતા. તેમના ત્યાં મોરિયા વગેરે ગામ હોવાથી સરકાર તરફથી તેમને સરદારની પદવી મળી હતી. તેમનામાં અભિમાન નહોતું, જેના કામના નાના બાળકની વાત પણ સારી રીતે સાંભળતા હતા. જેન કાન્ફરન્સના જનરલ સેક્રેટરી તરીકે જેન કોમમાં કેળવણી પ્રચાર કરવામાં તેઓ આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેમના વિચાર પ્રમાણે કેટલાક કેળવાયેલા જેને ચાલ્યા હોત તે ન કોન્ફરન્સ પડી ભાગવા જેવી સ્થિતિમાં આવી નહીં. શેઠ લાલભાઈએ શ્રાવક ધર્મ પાળવામાં, તીર્થની રક્ષામાં અને જૈન સંઘની સેવામાં સારી પ્રવૃત્તિ કરી હતી, શેઠ લાલભાઇની ખોટ હાલ કોઈનાથી પૂરી શકાય તેમ નથી. પંજાબી દાનવિજયજી જેવા સાધુઓની આગળ ગમ ખાઈને કાર્ય કરવામાં લાલભાઈની તથા શેઠ મનસુખભાઈની ખોટ પડી છે. શેઠ લાલભાઇના ત્રણ પુત્રો છે, તેમના પિતાના પિઠે તેઓ પણ જેન કોમની સેવા ભક્તિ કરવામાં તથા ધર્મકાર્યો કરીને બાપના કરતાં સવાર થવાની ઈચ્છાવાળા તથા પ્રવૃત્તિવાળા થાઓ ! શેઠ લાલભાઈએ અમારાં વ્યાખ્યાનો સાંભળ્યાં છે. તેમનામાં અધ્યાત્મજ્ઞાનની રૂચિ ખીલી હતી. શેઠાણી ગંગાબેને સર્વ તીર્થોની યાત્રા કરી છે. અનેક ગરીબોને દાન આપ્યાં છે, હજી સુધી વૃદ્ધાવસ્થામાં શેઠાણી ધર્મકૃત્યોમાં બળવીર્ય ફેરવે છે તેથી શેઠ લાલભાઈને તથા તેમની માતાને આ લઘુ પુસ્તક, ગુણાનુરાગે અર્પણ કરવામાં આવે છે. શેઠ મણિભાઈની પાસે પણ શેઠાણીએ, લાલભાઇ શેઠના મરણ પછી આદીશ્વરનો દેરાસર દ્ધાર વગેરે કાર્યો કરાવ્યાં છે તેથી તે બન્નેના ગુણોથી આકર્ષિત થઈ તેમને આ પુસ્તક અર્પણ કરું છું
___ इत्येवं ॐ अर्ह महावीर शान्तिः સં ૧૯૮૦ ના ફા. સુ. ૧૨. |
લે બુદ્ધિસાગર વિજાપુર.
For Private And Personal Use Only