________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) આવે, તેથી ગુરૂને ઈજા થઈ તેથી તે શિષ્યના મસ્તક ઉપર તથા કૅડ ઉપર દંડના વારંવાર પ્રહાર કરવા લાગ્યા ! પણ શિષ્યની સવળી બુદ્ધિ હતી, તથા પહેલાંથી તે ગુરૂભક્તિ કરતાં શીખ્યા હતું, તેથી તે મનમાં વિચારકરવા લાગ્યા કે, અહે! મારા ગુરૂને દુઃખ થાય છે તેથી તે દંડા મારે છે, અને મને શિખામણ આપે છે. આવા મહાન આચાર્યને મેં રાત્રીમાં વિહાર કરાવ્યા તેમાં મારો દેષ છે. એમ વિચાર કરીને અંધ ઉપર ગુરૂને લઈ મનમાં સારી ભાવના ભાવતે ભાવતે ચાલ્યો જતો હતો, એવામાં તેના હૃદયમાં ઘણું ઉંચી સારી ભાવના પ્રગટી તેથી તેના હૃદયમાં કેવલજ્ઞાન પ્રગટયું, અને સિદ્ધા રસ્તે ચાલવા માંડે. ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે “માર એ ચાદમું રત્ન છે. તેનાથી તું પાંસરો ચાલવા લાગ્યા. શિષ્ય કહ્યું કે તમારા પસાયથી. ગુરૂએ કહ્યું કે તને જ્ઞાન ઉત્પન્ન થયું છે? શિવે હા પાડી, શિષ્ય કેવલજ્ઞાની થયે જાણીને ગુરુ પોતાના શિષ્ય-કેવળીને ખમાવા લાગ્યા, અને વાંદવા લાગ્યા. તેથી ચંડરૂદ્રાચાર્યને પણ તુર્ત કેવલજ્ઞાન પ્રગટયું, અને બન્ને મુક્તિ પદને પામ્યા.
खटमासी आहारने पारणे ॥ ढंढण नाम कुमार ॥ मोदक चूरतां पामीओ । केवलज्ञान उदार ॥१३० ॥ कुर भखतां केवल लघु ॥ कूरगडु अणगार ॥ क्षमा खडग हाथे धरी । जे मुनिमां शिणगार ॥ १३१॥
ભાવાર્થ–ઢંઢણ ઋષિ મહા તપસ્વી હતા, તે શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય હતા, છ છ મહિનાના ઉપવાસ કરીને તેના ઉપર પારણું કરતા હતા અને પારણું કરીને તેના ઉપર પુન: છ મહિનાના ઉપવાસ કરતા હતા. એક દિવસે શ્રી નેમિનાથ પ્રભુએ શ્રી કૃષ્ણની આગળ સર્વ સાધુઓમાં મહાતપસ્વી તરીકે શ્રી ઢંઢણકુમારની ઘણી પ્રશંસા કરી, તેથી દ્વારિકાનગરીના માર્ગમાં વહારવા જતા એવા ઢંઢણકુમાર ષિને શ્રી કૃષ્ણ ઘણા ભક્તિભાવથી વંદન કર્યું. તેથી ઢઢણકુમાર એક મોટા તપસ્વી ઋષિ છે એમ બીજા લોકોના મનમાં આવ્યું અને એક શેઠે શ્રી દંઢણુકુમાર ત્રાષિને વંદન કર્યું અને પિતાને ઘેર નિમંત્રણ કરી ઘણુજ ભકિતભાવથી માદક વહ
For Private And Personal Use Only