________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર) બીજાઓનું બુરું નહીં ઈચ્છવું એ મોટું તપ છે. હે મૂર્ખ મન! તું અન્ય મનુષ્યના દોષે દેખવાનું બંધ કર. આત્માના તાબે જે મન થાય છે તેજ મન વશ રહી શકે છે. માટે હે જીવ! તું ચેત અને જ્યાંથી ત્યાંથી ગુણ ગ્રહણ કર !! पर अवगुण जिम देखीए ॥ तिम परगुण तुं जोय ॥ परगुण लेता जीवडा ।। अखय अजरामर (पद) होय | ७२॥ क्रोधि नर अछि सदा ॥ कहीय ते उलटी रीस ॥ ते छोडी दूरातमा ॥ रहिये जोयण पणविस ॥७३॥ गुण कीधा माने नही । अनिअवगुण मांडि मूल ॥ ते नर संगत छांडीए ॥ पगपग माथा सुल ॥७४ ॥ निंदा करे जे आपणी ॥ ते जीवो जगमाय ॥ मल मूत्र धोए परतणा ॥ पछे अधोगति जाय ॥७५ ।। जे मल मूत्र धोए सदा ।। गुणवंतना निसदिस ॥ ते दुरजन जीवो घणुं । जगमां क्रोड वरीस ॥७६ ॥
ભાવાર્થ—હ ચેતન ! તું જેમ બીજાના અવગુણે દેખવામાં ચિત્ત રાખે છે, તેમ તું પારકાઓના ગુણો દેખવામાં ચિત્ત રાખ !! બીજાઓમાં પરમાણુ જેટલે ગુણ હોય તેને તું મેરૂ જેવડો માન અને પારકાના અવગુણ બીજાની આગળ કહેવામાં બબડા જેવો થા. બીજાના અવગુણે દેખવામાં આશ્ચર્ય નથી, પણ બીજાના ગુણો દેખવામાં આશ્ચર્ય છે. બીજાના અવગુણે દેખીને તેઓને હલકા પાડવા એતે મનની નબળાઈ અને ચંડાળપણું છે. મરદ મનુષ્ય બીજાનાં અવગુણો ગાઈને તેને હલકો પાડતો નથી. નિંદકે નબળા છે અને ગુણાનુરાગીઓ સબળા છે. માટે તું પારકા ગુણ ગ્રહણ કર કે જેથી તારામાં ઘણું ગુણ પ્રગટ થશે, અને તું છેવટે પરમાત્મપદ પામીશ. ક્રોધી મનુષ્યને શીખામણન આ૫!! કારણકે તેઓને શીખા મણ દેતાં, ઉલટા તે પોતાનો નાશ કરવા તત્પર થાય છે. સુગરી પંખીએ ચોમાસામાં વરસાદની ઠંડીથી ધ્રુજતા વાંદરાને માળો બાંધવાને
For Private And Personal Use Only