________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) લગાડતે નથી? હે જીવ! તે પાપથી ઘડે પૂરણ ભર્યો અને પાપને ભાર માથે લીધું અને ધર્મ તે લગાર પણ કર્યો નહીં. હવે વિચાર કે તારી પરભવમાં શી ગતિ થશે? તે જાણી જોઈને પણ પાપકર્મમાં મચ્યો રહે છે, અને મનને ક્ષણ માત્ર પણ વશ કરી શકતો નથી. માટે તું આ ભવમાં નથી છુટયે તે પરભવમાં કેવી રીતે છૂટી શકીશ? કર્યા કર્મ ભેગવ્યા વિના છૂટકો થવાને નથી. વાની પેટીમાં પેસીશ પણ તને કાળ મૂકવાને નથી. કર્યા કર્મભોગવતાં ગમે તેટલી બમે પાડીશ તે પણ તારે ટકે થવાનો નથી. કર્મની આવી વિચિત્ર દશા જાણીને તું કૂડકપટ છળ પ્રપંચનો ત્યાગ કરી જૈન ધર્મની આરાધના કર કે જેથી તારો ઉદ્ધાર થાય. જે કરવાથી અન્ય મનુષ્યને પીડા થાય છે. તથા જે કરવાથી અન્ય જીવની ઘાત થાય છે તેવી મન વાણી અને કાયાની પ્રવૃતિને ત્યાગ કરે ! કઈ પણ જીવને દુઃખ થાય એવો વિચારમાત્ર પણ ન કર અને એવો બેલ પણ ન બેલ અને એવી કાયાથી પ્રવૃતિ પણ ન કર!! પિતાને અને પરને કલેશ થાય અને પોતાને આત્મા અંતર્થી જે કરવાનું ના કહે તે તું કર નહીં. મન વાણી અને કાયાથી જેમ અન્ય જીવોને સુખ થાય તેમ વર્તવું અને કઈ જીવને દુઃખ થાય તેમ વર્તવું નહીં. સર્વ જીના ભલામાં ભાગ લેવો. અન્યોને સુખ આપવાથી સુખ પમાય છે અને અને દુ:ખ આપવાથી દુ:ખ પમાય છે, એવો પ્રભુને કાયદો છે. માટે મનના વિચારને છોડીને પ્રભુના કાયદાને માન આપીને શત્રુઓનું પણ ભલું કરવા પ્રયત્ન કર !! ભલું કરતાં ભલુંજ થાય છે અને શત્રુઓ પણ પોતાનું અહિત કરવા સમર્થ થતા નથી. એવી આત્મશ્રદ્ધા લાવ અને શુદ્ધ પ્રેમથી ધર્મની પ્રવૃત્તિ કર!!
परभात निंदा नर जे करे ।। कूडा देवे आल ॥ मर्म प्रकाशे परतणा ।। तेथी भलो चंडाल ॥६७ ॥ खट मासीने पारणे ॥ एक सीथ लहे आहार ।। करतो निंदा नवी टले ॥ तस दुरगति अवतार ॥६८ ॥ छार उपर जिम लेपणो ॥ तिम क्रोधे तप कीध ॥ तस तप जप संजम मुधा ॥ एके काज न सीध ॥६६॥
For Private And Personal Use Only