________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ગયા અને સ્ત્રીઓના નચાવ્યા નાચ્યા અને તેઓને બે હાથ જોડી તેના સેવક બની ગયા, પણ સુખ પામ્યા નહીં. સ્ત્રીનું વદન રળીયામણું લાગે છે પણ અંતરથી તે વાઘણ જેવી છે અને રાક્ષસી છે. સ્ત્રીના વશમાં જે પડ્યા તેનાં ઘરબાર લુંટાયાં. રાજાઓનાં રાજ્ય ગયાં. દિવાનો દિવાના બન્યા, કોટવાળે કાયર બન્યા, કેજદારે ફસાઈ ગયા, સેનાપતિઓ સેવક થઈ ગયા, શેઠીઆએ સસલા જેવા થઈ ગયા, લક્ષાધિપતિઓ રાખ જેવા થઈ ગયા. તપસીએ લપસી ગયા. કેટલાક રોગી થઈ ગયા, કેટલાક મરી ગયા, કેટલાક ઘવાયા, કેટલાક મુંજરાજાની પેઠે ઘેર ઘેર ભીખ માગવા લાગ્યા. કેટલાક રાવણની પેઠે રણમાં રગદોળાઈ ગયા. કનક કામિનીથી સંસાર છે અને કનકકામીનીના ત્યાગે મુક્તિ છે. હસ્તથી અને મુખથી સ્ત્રી સારી દેખાય છે અને તે કારમો સ્નેહ કરે છે, તેની આંખોના ચાળે દુનિયાના પુરૂષે નામર્દ બની મરી ગયા. સ્ત્રી બાહિરથી કનકની લતા જેવી છે, પણ અંતમાં પીતળ જેવી કારમી છે. પહેલી સ્ત્રી, પુરૂષથી પ્રીતિ કરે છે અને મીઠું બેલીને પુરૂષને વશ કરે છે, અને પુરૂષને દાસ કરીને પછી તેના માથા ઉપર ટપલી મારે છે. પુરૂષ જેટલો સ્ત્રીનો દાસ થાય છે, તેટલો જે દેવગુરૂનો દાસ થાય તે તેને મુક્તિ મળ્યા વિના રહે નહીં. માટે હે મનુષ્ય ચેત ! ! नारीमदन तलावडी, बुडो सयल संसार ॥ काढणहारो को नही, बुडाबुब न वार ॥७॥ चीसवसाना जे नरा, कोइ नही तस वंक । पण नारीसंगत तेहने, निश्चे चढे कलंक ॥५८ ।। मुंज ने चंड प्रद्योतना, दासीपति पाम्यां नाम ॥ अभयकुमार बुद्धे आगलो, तेह ठग्यो अभिराम ॥ ५ ॥ नारी नहीरे बापडा, पण ए विषनी वेली ॥ जो सुख वांछे मुगतिनां, तो नारीसंगत मेलि ॥ ६ ॥
For Private And Personal Use Only