SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાથી આત્મસમાધિમાં આત્મશુદ્ધાપગમાં ઘણે કાળ જતા હોવાથી ત્યાં રચાયેલા ગ્રંથમાં તેને પ્રકાશ પડેલો પ્રસંગોપાત્ત જોવામાં આવશે. અધ્યાત્મગીતા તથા આત્મસમાધિ શતક ગ્રંથ વિશેષે કરીને ધ્યાન સમાધિના ઉપગ કાળમાં લખાયેલા હોવાથી તેમાં અંતરામાં રેડાએલો છે એમ સ્થિર ઉપયોગથી વાંચનારને અનુભવ થશે અને તેથી તેઓ પોતાનું આમહિત સાધી શકશે. ઉપલક દષ્ટિએ ગ્રંથ વાંચવાથી વિશેષ ફાયદો થતો નથી પણ એકાંતમાં સ્થિરતાથી મનન પૂર્વક વાંચવા વિચારવામાં આવે અને તેનું શ્રદ્ધા-પ્રેમપૂર્વક મનન કરવામાં આવે છે તેથી આત્માની શુદ્ધિ થાય છે. થોડા વખત વાંચે અને ઘણે વખત મનન કરે તેજ તેનાથી આત્મશુદ્ધિ થાય છે. આ ગ્રંથમાં સર્વજ્ઞ વિતરાગ પ્રભુ મહાવીરદેવની આજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ અજાણતા લખાયું હોય તેની શ્રી સંઘ સમક્ષ ક્ષમા માગું છું અને ગીતાર્થ સૂોિ વિગેરેને તે સુધારવા વિનંતિ કરૂં છું. આ ગ્રંથની ઉપર જણાવેલી જુની પ્રતિની સાથે શ્રી મણિચંદ્રજી કૃત ૨૧ સજાની એક જૂની પ્રતિ મળી આવી હતી તે ઉપર વિવેચન કરી તેનું મારમરન નામ આપી તે ગ્રંથ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી ગ્રંથાક ૮૬ તરીકે છપાવવામાં આવ્યા છે. પેથાપુરના ચોમાસામાં ગ્રંથનાં પ્રફ સુધારવામાં શાહ રમણિકલાલ ડાહ્યાભાઈ, શા. મોતીલાલ પાનાચંદ તથા શા મણીલાલ હીરા ચદે સારી મદદ કરી છે. તેમજ સાગરણછીય શ્રાવકોએ પણ સેવાભક્તિ ઉત્તમ પ્રકારે કરી છે. એકંદરે પેથાપુરનું ચોમાસું જ્ઞાન-ધ્યાનસમાધિ તથા ધર્મકિયામાં સારી રીતે પસાર થયું છે. પિથાપુરના શેઠ મનસુખભાઈ લલુભાઈનાં પત્ની માણેકબેને માગશર સુદિ-૧૩ના દિવસે શ્રીકેશરીયાજીને સંઘ કાઢો હતો તે દિવસે અમેએ દશ ઠાણાં સહિત વિહાર કરી રાંધેજા ગામમાં પ્રવેશ ર્યો હતો. ત્યાંથી માગસર સુદ-૧૪ લીંબોદરા જઈ વદિ-૨ માણસે જઈ પાસ સુદિ ૭ ત્યાંથી વિહાર કરી લેદરા જવાનું થયું, ત્યાંથી પસવદ ૧ વિહાર કરી મહડી ( મધુપુરી ) ગામમાં પ્રવેશ કર્યો, ત્યાં આત્મશક્તિ પ્રકાશ વિગેરે ગ્રંથોની પ્રસ્તાવના લખી ત્યાંથી માઘ સુદિ ૨ બીજે વિહાર કરી પ્રાંતીજ આવવું થયું અને ત્યાં આ પ્રસ્તાવના લખવામાં આવી છે. આ ગ્રંથ વાંચી ભવ્ય મનુષ્ય પરમાત્મપદ પ્રાપ્ત કરે! ઇત્યેવમ 8 મર્દ મહાવીર સાનિતઃ રૂ મુ. પ્રાંતિજ લેખક બુદ્ધિસાગર. માધ સુદિ ૮ સં. ૧૯૮૧ For Private And Personal Use Only
SR No.008532
Book TitleAtmashikshabhavnaprakasha Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages124
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy