________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧) सिद्ध स्वरूपी जो कहे ।। पण कशुं न दे रूप । अंतर दृष्टि विचारतां ॥ एते सिद्ध अनुप ॥ १६ ।।
ભાવાર્થ–જેમ ખેલ અથવા ધત મનુષ્ય પોતાના અથે અન્ય મનુષ્યનો સંગ કરે છે અને પોતાનો સ્વાર્થ કાઢી લે છે. તેવી રીતે અંતરાત્મા જ્ઞાની મનુષ્ય પોતે પુગળ સંગમાં રહો છો પિતાને સ્વાર્થ સાધવા માટે પુગલ દેહને આહાર પાણીથી પિષે છે, અને તેને ઉભું રાખે છે, અને તેની પાસેથી પોતાનું કાર્ય જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના રૂપ જે છે તે કાઢી લે છે, અને મન વાણ પાસેથી પણ મોક્ષ સાધનરૂપ સ્વાર્થને સાધી લે છે, અને જડ પુગી વસ્તુઓ ઉપર આસક્ત રહેતું નથી તેથી તે બાદ જડ વસ્તુઓમાં સાક્ષી–તટસ્થ ભાવે વર્તે છે. તે દુનિયામાં સર્વના સંબંધમાં આવે છે પણ સર્વથી ન્યારો વસે છે. તે સર્વ જગતને પરં. પરાકારણે પોતાના સાધનરૂપે વાપરે છે, પણ નિમિત્ત સાધનોમાં સ્વસાધ્ય છે એવી ભૂલ કરતો નથી. નિમિત્ત સાધનોથીને મિશ્ર ઉપાદાન સાધનોથી પણ સ્યાત્ ભિન્ન પોતાના શુદ્ધાત્મ સાધનને માને છે. તેથી તે નિમિત્ત સાધનોમાં ને ઉપાદાન સાધનામાં પણ વિચારાચારભેદે રાગ રોષ કલેશ ટંટે યુદ્ધ મારામારી કાપાકાપી કરતો નથી અને સિંહની પેઠે ભવસાગરને સામી દષ્ટિએ એક લક્ષ્ય રાખી તેની પેલી પાર ઉતરી જાય છે. તે મનુષ્ય! તને મોક્ષમાં જવાની ઈચ્છા હોય તે તું બહિરાત્મભાવનો ત્યાગ કર અને અંતરાત્મા થા, અને પરમાત્મા પદની આગળ અંતરાત્મપદ એક સાધન છે એમ માન !! મેક્ષ મહેલમાં ચઢવા માટે અંતરામપદ તે પણ એક નિસરણ છે. માટે અંતરાત્મ પદ કે જે સાધન છે તેને સાધ્ય માનોને અંતરાત્મપદનાં સાધનામાં મુંઝાવું ન જોઈએ. અંતરાત્માઓને સાત્વિક વૃત્તિ અને સાત્વિક આચાર તે પણ એક સાધન છે, સવિક સેવા ભક્તિ છે તે પણ એક સાધન છે, અને તેની પેલી પાર પરમાત્મ પદ છે, અને તે પરમાત્મ પદ આત્મામાં રહ્યું છે, એવું જાણીને હે ચેતન! તું પરમાત્મ પદનું ધ્યાન ધર કે જેથી તું પરમાત્મા થાય. જેને પુદગલ ભાવની રૂચિ નથી અને પુદગલ ભાવમાં ઉદાસ રહે છે અને આત્મામાં રૂચિ ધારણ કરે છે તે અંતરાત્મા છે. તે પરમાત્મ
For Private And Personal Use Only