________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બચ્ચાની મૂર્ખાઈ ઉપર ભલે આપણે હસીએ, પણ આપણે પણ આપણે ખરે વાર ભૂલી ગયા છીએ; આપણું દિવ્યતાનું આપણને સ્મરણ રહ્યું નથી. તેથી આપણે પામર મનુષ્યની માફક વર્તીએ છીએ પણ બંધુઓ ! આજથી આ પળથી તમારા મનમાં વિચારે. તમારા આત્માની સાક્ષીએ અંગીકાર કરો કે તમે શરીર નથી, તમે તે ઈદ્રિય નથી, તેમ તે વાસનાઓ નથી, તમે તે મન પણ નથી; પણ એ બધાને ગતિમાં મૂકનાર બધાના રાજા અનંત જ્ઞાન શક્તિ તમે સચ્ચિદાનંદમય છે.
શરીર બળને વાસ્તે આખી દુનિયામાં નામના કાડનાર “કલિયુગને ભીમસેન ” એ ઉપનામને પાત્ર થએલ કસરતી પહેલવાન “સે
જ્યારે દશ વર્ષની વયને હતો. ત્યારે પોતાના પિતા સાથે રોમનું “મ્યુઝીઅમ’–પ્રદર્શન જોવા ગયો હતો. ત્યાં પ્રાચીન સમયના ઈટાલીના મહાન યોદ્ધાઓના બાવલાં જોઈ તેણે આશ્ચર્ય ચકિત થઈ તેના પિતાને પૂછયું “પિતાજી ! આ કોનાં પૂતળાં છે? આવા પુરૂષો માં વસતા હશે ?” તેના પિતાએ ગંભીરતાથી જવાબ વાળ્યો. “પ્રિયપુત્ર ! આવા પુરૂષો હાલમાં નથી. આ તે પ્રાચીન રોમન લેકોનાં પૂતળાં છે.” આ શબ્દો સાંભળી તે બોલી ઉઠઃ પિતાજી ! શું પણ તેમના જેવા જોરાવર ન થઈ શકીએ ?” આ વિચાર તેના મનમાં ઘોળાવા લાગ્યા. તેણે તે દિવસથી શરીરના જુદા જુદા વિભાગોને લગતા શાસ્ત્રને તથા વૈદક વિધાનો અભ્યાસ કરવાને આરંભ કર્યો અને જૂદા જૂદા અંગોને કેવી રીતે તાલીમ આપી શકાય તેવા માર્ગો શોધી કાઢયા અને અત્યારે આખી સુધરેલી દુનિયામાં શારીરિક બળમાં પ્રથમ તરીકે તે ગણાય છે. આ બધાનું કારણ શું ? કારણ બીજું કાંઈ નહિ પણ તેનું આત્મિક બળ હતું. તેને પિતાની શક્તિમાં વિશ્વાસ હતું, અને તેથી જ આવું અસાધારણ કામ કરી
For Private And Personal Use Only