________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થશે; ભાવી બળવાન છે. આપણા હાથમાં કાંઈ પણ નથી. આત્માને દરેક પ્રદેશમાં અનંત કર્મ વર્ગનું લાગેલી છે. તે બધી શી રીતે છુટે?” આવા નિરાશીભર્યા ઉગારે આપણું ચારે બાજુએ સાંભળીએ છીએ એટલું જ નહિ પણ આપણે પિતે પણ તેવાજ ઉદ્ગારે કાઢીએ છીએ. પ્રિયવાચક ! તારી જાતને આ બાબત પૂછ અને તારી ખાતરી થશે કે તું પણ તેમાંનું એક છે. આ બધું સજ્ઞાનની ખામી સૂચવે છે. ખરું તત્વ સમજાવનારાની ખામી એજ આટલા ગાઢ અંધકારનું કારણ છે પણ હવે આપણે ઉપરના કથનનું સત્ય તપાસીએ. ખરી વાત છે કે આત્માના પ્રદેશમાં અનંત કર્મની વર્ગ લાગેલી છેપણ તે સાથે આ વાત પણ ખરી છે કે તે કર્મને બાંધનાર તેમજ છોડનાર આપણે પિતાને જ આત્મા છે. જે કુંભાર માટીનું પાત્ર બનાવી શકે છે, તે કુંભાર તે ભાગી પણ શકે છે. આપણી આસપાસ એડી નાખનારા આપણે પોતે જ છીએ; પણ તે તેડવાનું સામર્થ્ય પણ આપણું પિતાનામાં જ છે.
આપણામાં કેટલું બળ છે, તેનો પ્રથમ આપણે ખ્યાલ લાવ જોઈએ. તીર્થકર કરી ગયા, વિચારી ગયા અને પામી ગયા, તે કરવાનું, વિચારવાનું અને પામવાનું સામર્થ્ય આપણામાં છે. ૩cur at પરમ આત્મા એજ પરમાત્મા,’ એ સૂનું વાક્ય આપણને બેધડક જણાવે છે કે પરમાત્મપદ પામવાનું આપણામાં બળ છેશક્તિ છે. તીર્થકરે પણ પ્રથમ આપણા જેવા સામાન્ય મનુષ્ય હતા, તે વાતની કોઈથી ના પડાય તેમ નથી. તેમનાં પૂર્વ ભવો વાંચો એટલે તમારી ખાત્રી થશે કે તેમનામાં પણ આપણા જેટલી જ ખામી ભરેલી હતી છતાં આત્મબળમાં વિશ્વાસ રાખી, પુરૂષાર્થ કરી કેવળજ્ઞાન પામી શકયા; તેમ જે આપણે પણ તેમને પગલે ચાલી આત્મશક્તિમાં શ્રદ્ધા રાખી આગળ વધવા કમર કસીશું તો તે જે
For Private And Personal Use Only