________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ દ્વારા પ્રકટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગ્રંથમાળાના ૮૪માં મણકા તરીકે શ્રી આત્મ શક્તિપ્રકાશ ગ્રંથ પ્રકટ કરી આત્મહત્વે જીજ્ઞાસુએના કરકમળમાં આ ગ્રન્થ આદર કરતાં અમને આનંદ થાય છે.
પ્રાતઃસ્મરણીય સદ્દગુરૂ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિજી પોતે ઉત્તમ કોટિના જ્ઞાની આત્માર્થ પુરૂષ છે. તેમની આત્મજ્ઞાન રંગથી રંગાયેલી લેખિનીથી ઓળખાયેલો આત્મ જ્ઞાનની ચર્ચા કરનાર આપાગી ગ્રંથરૂપી સૂર્ય આત્મજ્ઞાનીઓના હૃદયરૂપી કમળાને વિકસાવનાર થયો છે એમાં શંકા નથી. આત્માના સત્ય સ્વરૂપની, ધ્યાન સમાધિ તથા ગની મહત્તાની, તથા આત્મા પરમાત્માની એકતાની ઉત્કૃષ્ટ ચર્ચાવાળે આ ગ્રંથ એ ગુરુ મહારાજના હૃદયની વાનગી જ છે અને આત્માર્થીઓને તેના વાંચન તથા અભ્યાસથી પિતાના આત્માને વધુ ઉજવળ બનાવી આત્મ કલ્યાણ સાધી શકશે અને એ મહાન લાભ પ્રત્યેક આત્મ હિતેચ્છુઓ પાપ એ અભ્યર્થની છે.
www.kobatirth.org
For Private And Personal Use Only