________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
કે તે જીવની યોગ્યતા વિના તે ઉંધો અર્થ પ્રહે છે, પ્રરૂપે છે, અને ઉલટું વર્તન કરી દુર્ગતિ જાય છે, માટે આભાર્થી પુરૂષને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન દેવું, તેના રહસ્યને ઉપદેશ આપ, આત્મપદના અર્થી ભવ્ય પુરૂ, તહેતુ અને અમૃતક્રિયાનું સેવન કરવું, તેતુ અને અમૃતક્રિયાથી આત્મસ્વભાવ શુદ્ધ નિર્મળ પ્રકાશે છે.
- કતા, લોભ, રતિ, દીનતા, મત્સરીપણું, ભય, શહતા, અજ્ઞાનતા, એ દોષાના સંગથકી જે ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાને આરંભ નિષ્ફળ જાય છે. એ દેથી - ભગુણની વૃદ્ધિ થતી નથી, પણ ઉપરના દેને પરિહાર કરી જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયા સફળ થાય છે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ જેનાથી થાય તે જ ક્રિયા આદેય - ણવી. મોક્ષમાર્ગને અનુસરનારી ક્રિયાનો ઉચ્છેદ કરવું નહીં. જેમ તેમ ધમાધમમાં પ્રવર્તવું નહીં. આત્મધર્મસાધ્ય જાણી પુદગળમમતાને પરિહરવી, આત્મધર્મમાં રૂચિ થયા વિના પુગળ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી. તમે શુદ્ધબુદ્ધિથી વિચારશે તે માલુમ પડશે કે જે વસ્તુ પ્રિય લાગે છે, તેની રૂાચ થાય છે. આત્મજ્ઞાન થવાથી આત્મા જ પ્રિય લાગે છે, અને તેનું જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી જડવસ્તુ પ્રિય લાગે છે. સર્વ જડવસ્તુઓ ક્ષણિક છે, એમ જ્યારે ખરેખર
www.kobatirth.org
For Private And Personal Use Only