________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
લાખ જીવ યોનિમાં ભમે. તે પણ હજી હારે ભવ જન્મ લેતા પાર આવ્યો નથી, માટે હે સન્ત !! તમે હદયમાં ચેતે ! એક ક્ષણ માત્ર પણ નિન્દા, નિદ્રા, આલસ્ય, વિઠ્યા વગેરે પ્રમાદને ન કરો. હે આત્મન ! હું અનંતભામાં અનંતી અનતી વાર ભેગ ભગવ્યા. દેવ મનુષ્ય તિર્યંચ ગતિમાં અનંતીવાર અનંત જન્મ લેઈ ન્હ ભેગો ભોગવ્યા પણ તેથી તું તૃપ્તિ પામ્યો. નહીં અને હજી સુધી તું જડ ભોગેથી તૃપ્તિ પામતું નથી અને હજી કામભોગની વાંછા કરે છે. અરે ચેતન !!! આજ હારી મોટામાં મોટી ભૂલ છે. ભ્રમણ છે. માટે હે ચેતન ! ! ! તું મિથ્યા ભ્રાંતિ ત્યજીને આત્મામાંજ સુખને નિશ્ચય કરી સતિષ ધારણ કર. આત્મા વિના બાહ્ય કેઈથી સુખ થતું નથી. આત્માના શુદ્ધ નિર્વિકલ્પ રવભાવમાં નિર્વિકલ્પ હૈ રમતાંજ સુખ છે. બાકી રાગદ્વેષની સવિકલ્પ દશાએ મનુષ્યની સાથે રહેતાં આત્માના સુખનો અનુભવરસ પ્રગટતો નથી. સવિકલ્પ દશામાં ચિંતાનો સભાવ છે. નિવિકલ્પ દશામાં મન મરે છે તેથી ત્યાં રાગ દ્વેષરૂપ Áતના અભાવે આત્માના અદ્વૈતભાવમાં અનંત આનંદની ઝાંખી પ્રગટે છે. માટે હે ચેતન ! સર્વ પર જડ વસ્તુઓમાં ભટક્તા મનને ખેંચીને આત્મામાં મનને વાળીને આત્માનું ધ્યાન ધરે. અનાદિ કાળથી સર્વ જડ વસ્તુ સાથે હારે સત્ય સંબંધ નથી, એ શુદ્ધ
For Private And Personal Use Only