________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
દી
શ્રીમદ્દ ઉપાધ્યાયજીના ભવ તથા રાજનગરમાં શાસનદેવની હયાતી છે કે કેમ ? સીમંધરસ્વામી પાસે જઈ આવીને દેવે જણાવ્યું કે શ્રીમદ્ આનંદઘનજી દેવ થયા છે ત્યાંથી મનુષ્ય જનમ પામીને મેક્ષમાં જશે. ઉપાધ્યાયજી પણ દેવલોકમાંથી મનુષ્ય થઈ મોક્ષે જશે. શ્રીમદ્દ દેવચંદ્રજી હાલ મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચારે છે. તેમના પોતાના સંબંધમાં પણ દેવે કહ્યું કે તમે મહાવિદેહમાં મનુષ્ય ભવ લેઈ કેવલજ્ઞાની થઈ મેલ પામશે. રાજનગરમાં શાસનદેવની હયાતી છે. આ પ્રમાણે કંઈક ફારફેરવાળી બે ત્રણ સાધુ શ્રાવક કે જેઓ વૃદ્ધો હતા તેમના મુખથી કિંવદનતી સાંભળી છે. સત્ય તે કેવલજ્ઞાની જાણે. શ્રીમદ્ મણિચંદ્રજીનો આત્મા કેવો હતો તે તેઓની આભાના ઉદ્દગારવાળી સો ઉપરથી વાંચકો સહેજે સમજી શકશે. તેમની સજા ઉપર વિવેચન લખીને તેનું “આત્મદર્શન' ગ્રન્થ નામ આપ્યું છે. તેમાં જૈનશાસ્ત્ર વિરૂદ્ધ તથા જિનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ છદ્મસ્થની અનુપગ દૃષ્ટિએ લખાયું હોય તેની સકલ સંઘની આગળ માફી માગું છું. આ ગ્રન્થમાંથી હંસની દષ્ટિએ ગુણાનુરાગ દષ્ટિએ સજજનો-આત્માથી મનુષ્ય ઘણું ગ્રહણ કરી શકે તેમ છે. પેથાપુરના સંઘે ચોમાસામાં અમારી સેવા ભક્તિમાં કંઇ બાકી રાખ્યું નથી. આવા આધ્યાત્મિક ગ્રન્થને સજજને વાંચીને તેમાંથી સાર ગ્રહણ કરશે એમ ઈચ્છું છું .
इत्येवं ॐ अहँ महावीर शान्तिः३ ॥ મુ. મહુડી. (મધુપુરી) /
૧૯૮૧ (સાબરમતી તટપર) | તાલુકે વિજપુર-ગુજરાત. . શિવદિ ૮ રવિ.
For Private And Personal Use Only