________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદ થાય છે એવું જાણનાર અન્ય કોઈ જડ દ્રવ્ય નથી, તેથી આત્મજ્ઞાની એમ જાણે છે કે આત્માજ સારભૂત છે અને તે એમ જાણે છે કે આખી દુનિયાનાં જેટલાં શાસ્ત્રો પુસ્તક પ્રત્યે છે તે સર્વે ખરેખર આત્મામાંથી પ્રકાશિત થયાં છે, તેથી તે સર્વની ઉત્પત્તિનું કારણ એવા આત્માને મૂકી અન્યત્ર સત્ય શોધતું નથી, પણ આ ત્મામાંજ સત્ય શોધે છે અને આત્માના શુદ્ધોપગે વર્તે છે. શ્રી મણિચંદ્રજી મહારાજ કહે છે કે એવા આત્માના પરમાત્માના ધ્યાનને નમીએ પૂછએ, સ્તવીએ, અને એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ. જેમ દીવાથી દી થાય છે, અગ્નિથી અગ્નિ પ્રગટ થાય છે તેમ જ્ઞાની બાનીની સંગથી આત્માને પ્રકાશ થાય છે, પણ એકલાં પુસ્તકથી નહીં જ. માટે એવા આત્મજ્ઞાની ધ્યાની પુરૂષના આત્માની સંગતિ કરીએ, તેમની કૃપા મેળવવી અને સ્વર્ગ નરકની દરકાર ન કરતાં આપોઆપ શુદ્ધાત્મસ્વરૂપમય થઈ જવું એજ પરમસત્ય છે | ૩ |
For Private And Personal Use Only