________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) ઈ, આશ્ચર્ય પામે છે કે અહે! અહંવૃત્તિએ મેહરૂપ મદિરાપાન કરાવી, સર્વ જીવોને બેભાન કરી દીધા છે. તેથી પિતાનું સત્યસ્વરૂપ સમજવા જરા માત્ર પણ પ્રયત્ન કરતા નથી. મારે અમુક પદાર્થ એમ અહંવૃત્તિની જાગૃતિ થતાં, આત્મા તેમાં રાગ ધારણ કરી કર્મવર્ગણુઓ ગ્રહણ કરે છે. અનાદિકાળથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને નિવૃત્તિપદ પ્રાપ્ત કરતા નથી. તેનું કારણ પણ અહં. વૃત્તિ છે. ત્યારે શું આપણે આ મારો પુત્ર, આ મારો શિષ્ય, આ મારૂં ઘર, એ વચનવ્યવહાર મૂકી દેવું જોઈએ? ઉત્તરમાં કહેવાનું કે તમે એ વ્યવહાર કરે, પણ તે વસ્તુ હું છું, અગર તે મારી છે, એવું અંતમાં માની લે નહીં. જગતના વ્યવહારકાર્ય માટે, આ મારે પુત્ર, આ મારૂં ધન, એમ કહેવું, તેટલામાત્રથી આપણે બંધાતા નથી. પણ તે વસ્તુમાં મમત્વપરિણામ ધારણ કરવાથી બંધાઈએ છીએ. માટે મમત્વપરિણામને ત્યાગ કરે, તેજ અત્ર સારાંશ છે. પણ તેવા શબ્દ ત્યાગવા, અગર બેલવા નહીં એમ કહેવાને ઉદ્દેશ નથી. જ્ઞાની આ મારા શિષ્ય, આ મારા શ્રાવકે, આ મારા ગુરૂ એવા શબને વ્યવહાર કરે છે, પણ અહંવૃત્તિના ત્યાગથી બંધાતું નથી, અને અજ્ઞાની બંધાય છે. ત્યાં મનમાં ઉત્પન્ન થતી અહંવૃત્તિનેજ દેષ છે, કંઈ શબ્દનો દેષ નથી એમ વિવેકદષ્ટિથી સમજવું
For Private And Personal Use Only