________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) હોય છે, તેટલા ભાગમાં અંધકારનાં પગલે તેજ રૂપે ક્ષણમાં પરિણમે છે. પુદ્ગલદ્રવ્યમાં અદ્દભૂત પરિણમન શક્તિ છે. તેથી અંધકારનાં પુદ્ગલે ક્ષણમાં તેજરૂપે પરિ
મે, એમાં આશ્ચર્ય નથી. વળી રાત્રી પડતાં તેજનાં પુગલે પણ અંધકાર રૂપે પરિણમે છે. પુદ્ગલ સ્કોમાં નાશ અને ઉત્પાદપણું રહ્યું છે. તમન્નુ અને તેજનાં પુદગલમાં પણ નાશ અને ઉત્પાદપણું રહ્યું છે. જે કંઈ પદાર્થ જ નથી તેનામાં ઉત્પાદ અને નાશ હોતો નથી. જેમ આકાશ કુસુમનું દ્રષ્ટાંત. તે જ પ્રમાણે અંધકાર જે પદાર્થ ન હોત, તે તેમાં ઉત્પાદવ્યય થાત જ નહીં, અને ઉત્પાદવ્યય તે થાય છે, માટે તે પુગલ સ્કંધ છે, એમ ન્યાયથી પણ સિદ્ધ ઠરે છે. અને આગમ પ્રમાણુ આ પ્રમાણે કહે છે –
गाथा सधयारउज्जोअ, पभाछायातवे हिया वनगंधरसाफासा, पुगलाणं तु लख्खणं ॥ १ ॥
ભાવાર્થ-શબ્દ, અંધકા, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલેનું લક્ષણ છે. અનેક પ્રકારના દારૂના ગેળાઓ પણ પુદ્ગલ સ્કધોને જ પરિણામ છે. કેટલાંક પુદ્ગલ સારી અસર, આત્મામાં ઉત્પન્ન કરે છે અને કેટલાંક પુદ્ગલે નઠારી અસર, આ
For Private And Personal Use Only