________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪
)
માટે સેવક પણ કહેવાય છે, અને જ્યારે જીવ અષ્ટકર્મથી રહિત થઇ સિદ્ધ બુદ્ધઅવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે તે સ્વામી પણ કહેવાય છે. તેમજ પિતાને આત્મા, રાત્તાની અપેક્ષાએ પરમાત્મા છે, અને તે સત્તાથી પરમાત્મા સ્વામી છે, અને તેને ધ્યાતા આત્મા સેવક છે, તે અપેક્ષાએ પણ સ્વામી સેવકસાવ ઘટે છે પણ જ્યારે આમા પરમાત્મ અવસ્થા પિતાની પ્રગટ કરે છે, ત્યારે તેમાં સ્વામી સેવકભાવ રહેતું નથી. જે છ એકાંતથી આત્માને સેવક માને છે, અને અન્યપરમાત્માને સ્વામી માને છે, તેઓ ભૂલ કરે છે. કારણ કે પરમાત્મામાં જેવો જ્ઞાનાદિક ધર્મ રહ્યો છે, તે જ સ્વાત્મામાં જ્ઞાનાદિક ધર્મ રહે છે, પણ યાવત્ કર્માવરણથી આત્માનો ધર્મ પ્રગટ થયા નથી, ત્યાં સુધી તે આત્મા આવિર્ભાવની અપેક્ષાએ પરમાત્મા કહેવાય નહીં પણ જ્યારે કવરણને સર્વથા ક્ષય થઈ જાય છે, ત્યારે આત્મા તે જ પરમાત્મા બને છે. કહ્યું છે કે
आतम सो परमातमा, परमातम सो सिद्ध, बीचकी दुविधा पिट गइ, प्रगट भई निज ऋड. ॥१॥
એકાંતસ્વામી સેવકભાવ માનનારને પુછીશું કે, તમે આત્મા તે પરમાત્મા થતું નથી એમ માને છે, એમાં શું કારણ બતાવે છે. તમે એમ કહેશે કે, આત્મામાં પરમાત્મ થવાની શક્તિ નથી, ત્યારે અમે કહીશું કે, આત્મામાં પરમાત્મ થવાની કેમ શક્તિ નથી –શું જીવને કર્મ નડે છે ! વા ઈશ્વર છે
For Private And Personal Use Only