________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨) અચિત્ત જલ વહોરાવ્યું. હવે શેઠ, છગાઉની પ્રદક્ષિણું દેવા ગયા, ત્યાં સિદ્ધશિલાના નજીક પર્વતના કેટમાં કોઈ ધ્યાની મુનિ હોય તે તેનાં દર્શન થાય એવી બુદ્ધિથી ત્યાં ગયા. ત્યાં એક મુનિવર ધ્યાનમાં તલ્લીન થએલા દીઠા કે જેની દષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રહી છે, પણ જગત્ ના પદાર્થને દેખાતી નથી. બાહ્ય પદાર્થોનું બિલકુલ ભાન ભૂલી ગયા હાય, એવી જેની આકૃતિ હતી. અલ્પવસ્ત્ર વિના વિશેષ ઉપાધિ દેખાતી નહતી, પદ્માસન વાળેલી શાંત મૂર્તિ અલેકિક આનંદ ભેગવતી હોય, એ દેખતાં જ ભાસ થત હતે, ધ્યાનની અડગ સ્થિતિ ગેન્દ્રનાં લક્ષણ સૂચવતી હતી. એવા મુનિની સમાધિસ્થિતિ જોઈને શેઠે વિચાર કર્યો કે, અહો ! આ કોઈ ચમત્કારી વિલક્ષણ મેગી જણાય છે. આવા મહાત્માઓને અનાદિકનું દાન કર્યું હોય તે સર્વાશાઓની સિદ્ધિ થાય. મુનિરાજ ધ્યાનમાં હતા, ત્યાંસુધી શેઠ ત્યાં બેઠા. ધ્યાન પૂર્ણ થતાં ગેન્દમુનિએ શેઠ પ્રતિ દષ્ટિ કરી, શેઠે બે હાથ જોડી પંચાંગ પ્રણિપાત પૂર્વક વંદન કરીને સુખશાતા પુછી, શેઠ વિનયથી યોગેન્દ્રને કહેવા લાગ્યા કે, આપ જેવા સંત પુરૂષને સમાગમ થયે માટે મારા આત્માને ધન્ય માનું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે–
साधूनां दर्शनां पुण्यं, तीर्थभूता हि साधवः तीर्थः फलति कालेन, सद्यः साधुसमागमः ॥१॥
For Private And Personal Use Only