________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭.)
પૂર્વોક્ત બાબતમાં કઈ પણ પ્રકારને શંશય કરતા નથી. શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ, તે બને ધર્મનું પૂર્ણ રહસ્ય સમજી, આત્મધ્યાની શ્રાવક વા સાધુ માર્ગને નિષેધ કરતો નથી. સર્વ બે માર્ગ પ્રરૂપ્યા છે, તે યથાયોગ્ય છે. કેવલજ્ઞાનીએ જે જે માર્ગ સ્વરૂપ બતાવ્યું છે, તે તે સત્ય છે, એમ સમજી આત્મધ્યાની પતે પ્રયત્નમાંજ જોડાય છે; આત્મ તત્ત્વસમ્મુખ થવા સશુરૂની ઉપાસના કર્યા કરે છે. પોતાની શક્તિ હોય તે, સાધુ ધર્મ સ્વીકારે છે, અને તેટલી શક્તિ ન હોય તો શ્રાવકને ધર્મ સ્વીકારે છે. પતાનાથી જેટલું બને તેટલું કર્યા કરે છે, શ્રાવક કરતાં સાધુને ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનની પ્રાપ્તિ રાજમાર્ગથી જોતાં વિશેષતઃ થાય છે. ગૃહસ્થ દેશથી ઉપાધિ એટલે અવિરતિ પણને ત્યાગ કરે છે, અને મુનિરાજ સર્વથા પ્રકારે અવિરતિપણાને ત્યાગ કરે છે, ઉપાધિરહિત દશામાં ધ્યાન કરી શકાય છે. ગૃહસ્થ સદાકાળ પ્રાયઃ ઉપાધિ દશામાં જીવન ગાળે છે, તેથી તેને ધ્યાને સંભવ અલ્પ છે, અને મુનિરાજ તે કંચન, કામિની, સંસાર વ્યવહાર વગેરેના ત્યાગી હેવાથી, તેઓને આત્મધ્યાન માટે ઘણી વખત મને ળે છે, અને તેથી તેઓ ધર્મધ્યાનાદિકનું વિશેષતઃ સેવન કરી શકે છે. શ્રાવક ચોથા ગુણસ્થાનકમાં વા પંચમગુણસ્થાનકમાં વર્તતા હોય છે, અને ચેથા તથા પાંચમા ગુણ
For Private And Personal Use Only